________________
( ૮ ) પિતાનું સ્વરૂપ બદલીને એક નાની–સી ટેટના આકારમાં ફેરવાઈ જાય; છતાં પણ કેટલાંક અતિબોધપ્રદ સુવાક્યો અહીં ઉદધૃત કરવાનું કાર્ય અસ્થાને તે નથી જ.
પ્રાણુ ગયા પછી પાણી પાવું નકામું છે તેમ તક ગયા પછી દાન દેવું તે પણ નકામું જ છે.
આડંબરમાં મેહ પામી અવગુણુ પ્રત્યે પ્રેમ કરે નહિ; કારણ કે ગાયના દૂધથી પુષ્ટિ મળે, થેરના દૂધથી નહિ. - કાંબળ ભીંજાવાથી જેમ ભાર વધે છે તેમ હઠાગ્રહથી આમા કમથી ભારે બને છે.
જેમ સૂર્યોદય થતાં અંધકાર ન ટકી શકે તેમ સાચું આત્મજ્ઞાન પ્રાપ્ત થતાં સાંસારિક વિકારે આપોઆપ નાશ પામી જાય છે.
સંકટના સમયમાં હિંમત રાખવી તે અડધી ફતેહ મેળવવા બરાબર છે.
જે વધસ્થાનમાંથી તમે મુક્ત ન થઈ શક્તા હો ત્યાં હસ્તે ચહેરે ઊભા રહેવું.
પ્રકૃતિ જ્યારે મુશ્કેલી વધારે છે ત્યારે સાથોસાથ બુદ્ધિબલ પણ વધારે છે.
સમય બરબાદ ન કરે, જે સમય ગુમાવશે તે ફરી આવશે નહિ.
જેમ તમારી જરૂરિયાતો ઓછી કરશે તેમ તમે વધારે સુખી થશો.