________________
૨
[પરમાગમસા૨-૮૯]
વાતો સાંભળી છે ને ! ગામડાંમાં ઉછર્યા હોય તેણે બધું સાંભળ્યું હોય. (લોકો) કહે છે કે (એ) બહુ વળગે - ચૂડેલ હોય, ડાકણ હોય એ બહુ વળગે. અમે નાનપણમાં એવી વાર્તાઓ બહુ સાંભળતા (કે) ફલાણી વાઘરણ છે એ ડાકણ છે ને ચૂડેલ છે, આમ છે ને તેમ છે. એક તો દેખાવ એવો બિહામણો હોય અને એ વળગે છે, એમ કહેવાય. વળગે ફળગે (એવું) તો કાંઈ નથી પણ એવા કાચી છાતીનાં હોય એને ભ્રમણાં થઈ જાય છે કે મને આમ થઈ ગયું, મને આમ થઈ ગયું અને પછી બહુ પરેશાન થાય છે. જ્યારે એ જીવને ભ્રમણા થાય છે કે મને ડાકણ કે ચૂડેલ કાંઈક વળગ્યું છે પછી બહુ દુ:ખી થાય. એનું ચિત્ ક્યાંય ઠેકાણે રહે નહિ, એટલું ચિત્ત અસ્થિર થાય કે એ શું બોલે છે ? શું ખાય છે ? શું ચેષ્ટા કરે છે ? એની એને પોતાને ખબર રહે નહિ. પાગલવત્ અવસ્થા થઈ જાય. એમ (અહીંયા) કહે છે કે આ રાગની રુચિમાં રાગને જે વળગ્યો છે, એ ડાકણ તો એને નથી વળગી પણ એ (પોતે) ડાકણને વળગ્યો છે. એને પાગલપણ આવશે, ગાંડપણ આવશે, (એમ) કહે છે. બીજું કાંઈ નહિ થાય પણ એને ગાંડપણ આવી જશે.
-
રાગ છે તે ચૂડેલ અને ડાકણ સમાન છે. ગુરુદેવની શૈલી છે એ Powerful બહુ હતી ! તોપના ગોળા જેવી !! ગમે તેવો મિથ્યાત્વનો ગઢ હોય (આ) તોપનો ગોળો જાય એટલે ભૂક્કે ભૂક્કા, ફુરચે ફુરચા, કાંકરે કાંકરી જુદી પાડી નાખે ! પથરા જુદી પાડી નાખે (એમ) નહિ પણ કાંકરે કાંકરી જુદી પાડી નાખે !!
(કહે છે કે) ‘...રાગનો પ્રેમ કરવાથી એ તને ખાઈ જશે ભરખી જશે.’ આ ડાકણ ખાઈ જાય છે ને ભરખી જાય છે, એમ જ કહે છે ને! Actually ડાકણ બટકાં ભરે છે એવું કાંઈ બનતું નથી. પણ (જેને આવી કલ્પના થાય છે) એનું શરીર ગળી જાય છે. ભયને વશ અને એ ગાંડપણને વશ જે શરીરના કોષ છે એ બધાં ગળવા લાગે છે. એટલે માણસ એવો કૃશ થઈને મરે છે. ત્યારે એને એમ કહે છે કે એને ડાકણ ભરખી ગઈ અને એને ચૂડેલ ભરખી ગઈ, ખાઈ ગઈ ! પણ એને કોઈ ખાવા આવ્યું નથી. પ્રશ્ન :- આ પ્રેત યોની હશે ખરી ?
સમાધાન :- હા, પ્રેત યોની છે, પણ લોકો માને છે એવું નથી કે કોઈને
-