________________
જિનમહત્ત્વદ્વાચિંશિકા/સંકલના
૧૧ ઉપકારી માનનાર બોધિસત્ત્વના ચિત્તમાં સ્વાર્થપણું અને પરના અપાયને નહીં જોનારી દૃષ્ટિ છે, તેથી તે ચિત્ત ઉત્તમ નથી; પરંતુ સામાયિકના પરિણામવાળું વિર ભગવાનનું ચિત્ત ઉત્તમ છે, માટે વીર ભગવાન મહાન છે.
આ રીતે સર્વ દર્શનકારોને માન્ય સ્વ-સ્વ ઉપાસ્ય દેવ કરતાં ભગવાનમાં કઈ કઈ વિશેષતાઓ છે તે બતાવીને ભગવાન કઈ રીતે મહાન છે તે સ્થાપન કર્યું.
હવે ભગવાન કેવા પરોપકારી છે તે શ્લોક-૨૭માં ગ્રંથકારશ્રીએ બતાવેલ છે કે ભગવાન પરાર્થમાત્ર રસિક છે. જેઓએ ભગવાન ઉપર ઉપકાર કર્યો નથી, તેઓ ઉપર પણ ભગવાન ઉપકાર કરનારા છે; અને વળી અમૂઢલક્ષ્યવાળા છે=જે જીવોની જે યોગ્યતા હોય તે યોગ્યતાને ખીલવીને તેઓનો ઉપકાર કરવામાં લેશ પણ મોહ પામતા નથી, પરંતુ સમ્યગૂ ઉપકાર કરનારા છે.
આવા ભગવાનની ઉપાસના કરવાથી, તેમના વચનાનુસાર સમ્યક પ્રવૃત્તિ કરીને કલ્યાણના અર્થી જીવો અંતે પરમાત્માના ધ્યાનથી પરમાત્મભાવ પામે છે. માટે સર્વ કલ્યાણના કારણભૂત અને મોક્ષપ્રાપ્તિનું બીજ ભગવાનની ભક્તિ છે.
છબસ્થતાને કારણે આ ગ્રંથના વિવેચનમાં વીતરાગ પરમાત્માની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ અજાણતાં કાંઈ પણ લખાયું હોય તો ત્રિવિધે ત્રિવિધ “મિચ્છા મિ દુક્કડે માંગું છું.
- પ્રવીણચંદ્ર ખીમજી મોતા
વિ. સં. ૨૦૬૩, વૈશાખ સુદ-૩, તા. ૨૦-૪-૨૦૦૭, શુક્રવાર ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org