________________
ઉ૧
જિનમહત્ત્વદ્વાચિંશિકા/શ્લોક-૧૦ અપ્રયોજક છે. તેમ પ્રસ્તુતમાં કાર્યસ્વરૂપ હેતુ ક્ષિતિ આદિને સકર્તક માનવા માટે અપ્રયોજક છે. તેથી ક્ષિતિ આદિ તેના અવયવોનું કાર્ય છે, તેમ સ્વીકારવામાં કોઈ બાધ નથી; પરંતુ તેને કરનાર કોઈ પુરુષ છે, તેમ સ્વીકારવામાં કોઈ પ્રમાણ નથી.
આનાથી એ પ્રાપ્ત થાય કે જગતનાં સર્વ કાર્યો કોઈ પુરુષના પ્રયત્નથી થાય છે, તેવી વ્યાપ્તિ નથી. માટે જે જે કાર્ય હોય તે તે કાર્ય પ્રતિ પુરુષનો પ્રયત્ન હોય તેવી વ્યાપ્તિ માનવામાં કોઈ પ્રમાણ નથી.
આ રીતે ગ્રંથકારશ્રીએ હેતુને અપ્રયોજક સ્થાપન કર્યો. ત્યાં તૈયાયિક હેતુ અપ્રયોજક નથી, તેમ તર્ક કરીને બતાવે છે –
જેમ કોઈ અનુમાન કરે કે “પર્વત વહ્નિવાળો છે, ધૂમ હોવાથી.' ત્યાં કોઈ કહે કે ધૂમરૂપ હેતુ વહ્નિનો સાધક નથી, ત્યારે ધૂમરૂપ હેતુ વહ્નિનો સાધક છે, તે બતાવવા માટે તર્ક કરવામાં આવે છે, અને સુતર્કથી પોતાનો હેતુ અપ્રયોજક નથી, તેમ સિદ્ધ થાય છે. તે રીતે પ્રસ્તુતમાં તૈયાયિક પોતાનો કાર્યવરૂપ હેતુ સાધ્યનો ગમક છે, તે બતાવવા માટે તર્ક કરે છે – કાર્યપણા વડે અને કર્તુપણા વડે કાર્યકારણભાવરૂપ વિપક્ષબાધક તર્ક વિદ્યમાન છે, માટે કાર્યત્વરૂપ હેતુ ક્ષિતિ આદિને સકર્તા સ્વીકારવામાં અપ્રયોજક નથી.
આશય એ છે કે “જે જે કાર્ય હોય તે તે કર્તાથી થાય છે' આ પ્રમાણે કાર્યકારણભાવ છે. તેથી એ ફલિત થાય કે ક્ષિતિ આદિ પણ કાર્ય છે, માટે તેનો કોઈ કર્તા છે, અને આ પ્રકારનો તર્ક વિપક્ષનો બાધક છે અર્થાત્ ક્ષિતિ આદિ કાર્ય હોવા છતાં તેનો કોઈ કર્તા નથી, એ પ્રકારના વિપક્ષનો બાધક તર્ક છે. તેથી કાર્યવરૂપ હેતુ ક્ષિતિ આદિને સકર્તક સ્વીકારવામાં અપ્રયોજક નથી.
આ પ્રમાણે તૈયાયિક તર્ક દ્વારા કાર્યસ્વરૂપ હેતુને સાધ્યનો ગમક છે, તેમ સ્થાપન કર્યું. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
કાર્યવાવચ્છિન્ન પ્રતિ કપણા વડે હેતુપણું સ્વીકારવામાં કોઈ પ્રમાણ નથી અર્થાત્ સર્વ કાર્ય પ્રત્યે કોઈ કર્તા હોય તેમ સ્વીકારવામાં કોઈ પ્રમાણ નથી.
આનાથી એ ફલિત થાય કે નૈયાયિકે સર્વ કાર્ય પ્રત્યે કર્તા હેતુ છે, તેવી વ્યાપ્તિ બાંધીને “જે જે કાર્ય હોય તે કર્તાથી થાય છે તેમ નિયમ બાંધ્યો, અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org