________________
૧૨૨
જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/શ્લોક-૧૯ ત્યાગ નથી; તેમ મુમુક્ષનો ત્યાગ પણ=દીક્ષાર્થીના માતાપિતાનો ત્યાગ પણ, તત્ત્વથી ત્યાગ નથી; કેમ કે પ્રવજ્યાનું, તેઓને માતાપિતાને, સ્વપ્રવ્રયા લેનારને, અને અન્યોને દીક્ષા લેનારની ઉચિત પ્રવૃત્તિની અનુમોદના કરનારાઓને, ઉપકારનું હેતુપણું છે.
તે આ કહે છે=સર્વથા માતાપિતાનો અબોધ થયે છતે મુમુક્ષનો પ્રવ્રયા સમયે માતાપિતાનો ત્યાગ પણ તત્વથી ત્યાગ નથી, એમ જે પૂર્વમાં કહ્યું તે આ, પંચસૂત્ર-૩માં કહે છે –
માર્ગમાં ગ્લાન એવા માતાપિતાના ઔષધ માટે ત્યાગના માતાપિતાના ત્યાગના, દાંતથી, સર્વથા અપ્રતિબોધ પામે છતે માતાપિતા કોઈ રીતે પ્રતિબોધ ન પામે છતે, માતાપિતાનો ત્યાગ કરે.” (પંચસૂત્ર-૩) in૧૯I ભાવાર્થ -
પૂર્વ શ્લોક-૧૮માં કહ્યું કે અન્ય જીવોએ માતાપિતાના શોકના પરિહાર માટે પોતાની જેમ પ્રવૃત્તિ કરવી જોઈએ, એવા પ્રકારની ભગવાને મર્યાદા બતાવી. ત્યાં વિચારકને શંકા થાય કે દીક્ષા લેનારને માતાપિતાને ઉગ કરાવવાનો પરિણામ નથી, પરંતુ આત્મકલ્યાણ કરવાનો પરિણામ છે; છતાં માતાપિતાને પોતાના દીક્ષાના નિમિત્તથી ઉદ્વેગ થતો હોય અને ઉદ્ધગનો પરિવાર દુઃશક્ય હોય તો શું કરવું જોઈએ ? તે બતાવવા માટે કહે છે –
દીક્ષા લેનાર મુમુક્ષુ, માતાપિતાના ખેદના નિવારણ માટે જે ઉપાય વિદ્યમાન છે તેમાં કોઈ પ્રવૃત્તિ ન કરે, અને “મારે આત્મકલ્યાણ કરવું છે' તેવો સંકલ્પ કરીને દીક્ષા ગ્રહણ કરે તો કૃતજ્ઞતા ગુણ નથી અર્થાત્ માતાપિતાએ બાલ્યકાળથી ઉછેરીને તેને મોટો કર્યો અને માતાપિતાનો તેના ઉપર જે ઉપકાર છે તે ઉપકારને તે જાણતો નથી, પરંતુ તેમના કરાયેલા ઉપકારને સ્વાર્થથી ભૂલી જાય, તો તે કૃતજ્ઞતા ગુણ નથી. એથી મુમુક્ષુએ કૃતજ્ઞતા ગુણ જિવાડવો હોય તો માતાપિતાની ભક્તિ કરીને કૃતજ્ઞતા ગુણ જિવાડી શકે. તેમાં સાક્ષી આપી અને કહ્યું કે “તે કૃતજ્ઞ પુરુષ છે, તે ધર્મગુરુનો પૂજક થાય છે અને તે શુદ્ધ ધર્મને સેવનારો થાય છે, જે માતાપિતાની પરિચર્યા કરે છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org