Book Title: Jina Mahattva Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 155
________________ ૧૩૨ જિનમહત્ત્વાગિંશિકા/શ્લોક-૨૨-૨૩ જે વળી કોઈ કહે છે કે આ જગદ્ગુરુ સર્વથા દોષના અભાવપૂર્વક કેમ રક્ષણ કરતા નથી ? તેથી કહે છે – અન્યથા=અન્ય પ્રકાર=અલ્પ પણ અનર્થનો આશ્રય કર્યા વગર, મમવાઅસંભવ છે રક્ષણનો અસંભવ છે.” (અષ્ટક પ્રકરણ-૨૮, શ્લોક-૭) અને આ પ્રકારે=અનંતર કહેલા પ્રકાર=ગુરુતર અનર્થ નિવારકત્વ પ્રકારે, આ= રાજ્યપ્રદાનાદિ, અહીં=પ્રકમમાં અષ્ટચસ્વીકારવાં જોઈએ. અન્યથા આ રીતે ન સ્વીકારો તો, કુધર્માદિનું નિમિત્તપણું હોવાથી દેશના પણ અત્યંત દોષ માટે જ=અનર્થને માટે જ, પ્રાપ્ત થાય.” (અષ્ટક પ્રકરણ-૨૮, શ્લોક-૮) ૨૨ા ભાવાર્થ: કોઈક માતાનો પુત્ર ખાડા આદિમાં રમતો હોય અને ત્યાં તેની સન્મુખ નાગને આવતો જોઈને તેની માતા ખાડામાંથી પુત્રને ખેંચે, તે વખતે માતાની પુત્રને ખેંચવાની ક્રિયા પુત્રનાં અંગોને જમીન સાથે ઘર્ષણ કરીને ઉઝરડા પડવાનું કારણ બને છે, આમ છતાં તે દોષરૂપ નથી; કેમ કે તે ઉઝરડાથી પુત્રને જે નુકસાન થાય છે, તેના કરતાં નાગાદિથી રક્ષણના કારણે અધિક ગુણ થાય છે. તેમ ભગવાનનું પુત્રાદિને રાજ્યાદિ પ્રદાન પણ અધિક દોષના નિવારણનું કારણ છે, માટે દોષરૂપ નથી. વળી યુક્તિથી પણ આ વાતને પુષ્ટ કરવા માટે કહે છે કે કોઈક ક્રિયા કરતાં અસંભવી વારણવાળો જેનું નિવારણ શક્ય નથી તેવો, નાનો દોષ થતો હોય, અને તે ક્રિયાથી ઘણા ગુણો થતા હોય, આમ છતાં તે ક્રિયાને દુષ્ટ કહેવામાં આવે તો ભગવાનના ઉપદેશને પણ દુષ્ટ કહેવાનો પ્રસંગ આવે; કેમ કે ભગવાનની દેશનાથી ઘણા જીવોને લાભ થતો હોવા છતાં પણ તે દેશનામાંથી અસંભવિ વારણ એવો મિથ્યાદર્શનોનો પણ ઉદ્ભવ થાય છે. તેથી ભગવાનની દશનામાં પણ અલ્પ દોષ છે, આમ છતાં સન્માર્ગનું સ્થાપન થતું હોવાને કારણે ભગવાનની દેશનાને કોઈ દુષ્ટ કહેતું નથી; તેમ ભગવાનનું પુત્રાદિને રાજ્યપ્રદાનાદિ પણ દુષ્ટ કહી શકાય નહીં. Jરશા અવતરણિકા – કેટલાક બૌદ્ધદર્શનવાળા ભગવાનના દાન કરતાં બોધિસત્વ દાન અધિક હોવાથી બોધિસત્વને મહાન કહે છે અને જેનોના ભગવાન મહાન નથી તેમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178