________________
૧પ૧
જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/શ્લોક-૨૯-૩૦ શ્લોકાર્ય :
અન્યદર્શનવાળા હજારો વર્ષો સુધી યોગની ઉપાસના કરો, અરિહંતને સેવ્યા વગર પરમપદને પ્રાપ્ત કરનારા નથી. Il૨૯ll ભાવાર્થ
મોક્ષના અર્થી એવા યોગીઓ યોગમાર્ગની હજારો વર્ષો સુધી ઉપાસના કરે તોપણ પૂર્વમાં બતાવ્યું એવા સ્વરૂપવાળા અરિહંતની ઉપાસના કર્યા વગર પરમપદને પ્રાપ્ત કરતા નથી. તેથી પરમપદની પ્રાપ્તિનો એકમાત્ર ઉપાય અરિહંતની ઉપાસના છે. રિલા અવતરણિકા :
અરિહંતના ધ્યાનથી જીવ કેમ મોક્ષપદને પામે છે, તે સ્પષ્ટ કરે છે – શ્લોક :
आत्मायमर्हतो ध्यानात्परमात्मत्वमश्नुते ।
रसविद्धं यथा तानं स्वर्णत्वमधिगच्छति ।।३०।। અન્વયાર્થ:
મામ્ માત્મા=આ આત્મા=સંસારી આત્મા, મતો ધ્યાના=અરિહંતના ધ્યાનથી પરમમિત્વ=પરમાત્મપણાને નમ્ન પ્રાપ્ત કરે છે, અથા=જેમ રસવિદ્ધ રસથી વિદ્ધ રસથી એકીભાવને પામેલું તા-તાંબું સ્વત્વસુવર્ણપણાને થાતિ=પામે છે. IT૩૦. શ્લોકાર્ધ :
સંસારી આત્મા અરિહંતના ધ્યાનથી પરમાત્મપણાને પ્રાપ્ત કરે છે, જેમ રસથી એકીભાવને પામેલું તાંબું સુવર્ણપણાને પામે છે. Il3oI ભાવાર્થ :
અરિહંતનું પારમાર્થિક સ્વરૂપ જાણીને અરિહંતના વચનાનુસાર મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ કરનારા યોગીઓ અરિહંતભાવમાં તન્મય થાય છે ત્યારે તેઓનો આત્મા અરિહંતના ધ્યાનથી પરમાત્મભાવને પામે છે. તેમાં દૃષ્ટાંત બતાવે છે – જેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org