________________
૧૫૦
ભાવાર્થ :
પૂર્વમાં વર્ણન કરાયેલા સ્વરૂપવાળા અરિહંત ભગવંતના સ્વરૂપનો વાચક ‘અહં’ શબ્દ છે. જે યોગી પરમાત્માનું આવું સ્વરૂપ જાણીને, આવા પરમાત્માનો વાચક ‘અર્જુ' શબ્દ છે એ પ્રકારનો બોધ કરીને, જે યોગી અરિહંત પ્રત્યે ભક્તિવાળા થાય છે, તેવા યોગી અરિહંતની પ્રાપ્તિના ઉપાયભૂત તેમના વચનને અવલંબીને યોગમાર્ગમાં પ્રવૃત્ત થતા હોય છે. તેવા યોગીઓ કોઈપણ પ્રવૃત્તિ કરતા હોય ત્યારે અરિહંતોએ જે કહ્યું છે તેનું સ્મરણ કરીને તેમના વચનાનુસાર સર્વ પ્રવૃત્તિઓ કરતા હોય છે. તેવા યોગીઓના ચિત્તમાં ‘ફ્રેં’ એ પ્રકારનો અક્ષર સર્વદા સ્ફુરાયમાન થતો હોય છે અને તે શબ્દની મર્યાદાથી થતા શાબ્દબોધના બળથી તેઓ પરંબ્રહ્મને પ્રાપ્ત કરે છે.
જિનમહત્ત્વન્દ્વાત્રિંશિકા/બ્લોક-૨૮-૨૯
આશય એ છે કે અરિહંત શબ્દનો જે પારમાર્થિક અર્થ છે તે અર્થનો ‘ફ્રેં’ શબ્દ વાચક છે; અને તે પારમાર્થિક અર્થનો જેમને ‘અદ્ભુ’ શબ્દથી બોધ થયો છે, તેવા યોગીઓ તે શબ્દબ્રહ્મના જાણનારા છે=શબ્દથી વાચ્ય એવા બ્રહ્મના સ્વરૂપને= અરિહંતના સ્વરૂપને જાણનારા છે. આવા યોગીઓ કર્મથી આવરાયેલું પોતાના આત્મામાં રહેલું જે પરંબ્રહ્મ સ્વરૂપ છે, તેને શબ્દબ્રહ્મના અવલંબનથી ઉધાડ કરીને પ્રગટ કરે છે. તેથી શબ્દબ્રહ્મના અવલંબનથી પોતાના આત્મામાં રહેલા પરંબ્રહ્મને તેઓ પ્રાપ્ત કરે છે. II૨૮ા
અવતરણિકા :
અરિહંતની ઉપાસના વગર પરંબ્રહ્મની અપ્રાપ્તિ છે, તે સ્પષ્ટ કરે છે - શ્લોક ઃ
परः सहस्राः शरदां परे योगमुपासताम् । हन्तार्हन्तमनासेव्य गन्तारो न परं पदम् ।।२९ ।।
અન્વયાર્થઃ
પરે=અન્યદર્શનવાળા પર; સહસ્રા! શરતાં=હજારો વર્ષો સુધી યોગમુપસતામ્= યોગની ઉપાસના કરો, દત્ત ગર્દન્તમનાસેવ્ય=ખેદની વાત છે કે, અરિહંતને સેવ્યા વગર પરં પવ=પરમપદને ત્તારો ન=પ્રાપ્ત કરનારા નથી. ।।૨૯।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org