________________
૧૫૪
જિનમહત્ત્વદ્ધાત્રિશિકાશ્લોક-૩૨ પૂર્વમાં વર્ણન કરાયેલા એવા ભગવાનની ભક્તિ પરમાનંદરૂપ મોક્ષની સંપત્તિની પ્રાપ્તિનું કારણ છે, અને તે ભગવાનની ભક્તિ શ્રાવકને દ્રવ્યસ્તવરૂપ છે અને સાધુને ભાવરૂવરૂપ છે. તે દ્રવ્યસ્તવ પણ પરમાત્માની ભક્તિ કરીને પરમાત્માની આજ્ઞાનુસાર જીવન જીવવાની શક્તિના સંચયની ક્રિયારૂપ છે; અને ભગવાનના વચનાનુસાર જીવન જીવવાની શક્તિનો સંચયવાળા મુનિઓ નિત્ય ભગવાનના વચનનું સ્મરણ કરીને યોગમાર્ગમાં પ્રવૃત્ત હોય છે, તે ભાવસ્તવરૂપ ભક્તિ છે, અને તે પારમાર્થિક ભક્તિ છે; અને આ પારમાર્થિક ભક્તિ પરમાનંદરૂપ મોક્ષપ્રાપ્તિનું કારણ છે. II3શા
| તિ નિર્મદત્ત્વત્રિશિલા III
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org