________________
૧૪૦
જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/શ્લોક-૨પ ઉત્કલિકાથી તરંગોથી, વર્જિત જ ચિત્ત થાય, એથી નિર્મોહી-=વીતરાગને, અસુંદર છે; અને તે રીતે કુશળચિત્ત મોહઅનુગત છે અને વીતરાગને અસુંદર છે તે રીતે. કુશળચિત્તનું મુખ્યત્વ નથી; કેમ કે નિમહત્વનો વિરોધ છે, એ પ્રકારે અર્થ છે=એ પ્રકારે અર્થ ફલિત થાય છે. વળી સરાગપણામાં વળી પ્રશસ્તરાગદશામાં, આ=કુશળ ચિત્ત બોધિ આદિની પ્રાર્થના જેવું સાધુ પણ છે=પ્રશસ્ત પણ છે; કેમ કે અસંભવી વિષયવાળા પણ વાણી અને મતનું પ્રશસ્તભાવના ઉત્કર્ષકપણારૂપે ચતુર્થ ભંગ અંતઃપાતિપણાનો, સંભવ છેચોથા ભાંગામાં અંતર્ભાવનો સંભવ છે. વિધ્યાતિપ્રાર્થના” શબ્દના ‘વિ' શબ્દથી આરોગ્ય અને ઉત્તમ સમાધિનું ગ્રહણ કરવું.
તે કહેવાયું છે સરાગદશામાં કુશળચિત સુંદર પણ છે, એમ જે કહ્યું તે કહેવાયું છે –
વળી બોધિ આદિની પ્રાર્થના જેવું સરાગપણામાં સુંદર પણ છે.” ભાવાર્થ :
પૂર્વશ્લોક-૨૪માં કહ્યું કે બોધિસત્ત્વનું કુશળચિત્ત સર્વોત્તમ તરીકે પ્રામાણિક નથી. કેમ સર્વોત્તમ તરીકે પ્રામાણિક નથી ? તે યુક્તિથી બતાવે છે –
પૂર્વમાં બતાવેલ બોધિસત્ત્વનું કુશળચિત્ત તત્ત્વથી અસંભવી એવા અર્થના વિષયને કરનારું છે, તેથી મોહનીયકર્મના ઉદયથી થનારું છે; કેમ કે મોહનીયકર્મનો ઉદય ન હોય તો અવાસ્તવિક એવા વિકલ્પોરૂપ ચિત્ત બને નહીં; અને તે કથનને સ્પષ્ટ કરવા માટે ગ્રંથકારશ્રી કહે છે કે મોહના ઉદયનો અભાવ હોય તો બધા વિકલ્પોના તરંગોથી રહિત ચિત્ત થાય.
તેથી એ ફલિત થાય કે જે જીવોને મોહ નથી તેઓ નિર્વિકલ્પઉપયોગવાળા હોય છે, અને જે જીવોના ઉપયોગમાં વિકલ્પોના તરંગો હોય છે તેમનું ચિત્ત મોહથી યુક્ત હોય છે. તેથી નિર્મોહી એવા વીતરાગનું ચિત્ત બોધિસત્ત્વ જેવું સ્વીકારવું સુંદર નથી.
આનાથી એ પ્રાપ્ત થયું કે કુશળચિત્ત સર્વશ્રેષ્ઠ નથી; કેમ કે નિર્મોહીપણાનો વિરોધ છે. તેથી નિર્મોહીને જેવું ચિત્ત હોય તે ચિત્ત સર્વશ્રેષ્ઠ છે, અને વીતરાગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org