________________
૧૪૧
જિનમહત્ત્વધાવિંશિકા/બ્લોક-૨૫ નિર્મોહી છે, તેથી સર્વ વિકલ્પોથી રહિત એવું ઉત્તમ ચિત્ત તેમનું છે. માટે બોધિસત્વ કરતાં ભગવાન મહાન છે.
અહીં પ્રશ્ન થાય કે ઉપરમાં બતાવ્યું એવા વિકલ્પોવાળું કુશળચિત્ત સર્વથા અસુંદર છે કે કોઈક અપેક્ષાએ સુંદર પણ છે ? તેથી કહે છે –
પ્રશસ્તરાગદશાવાળા જીવોને બોધિ આદિની પ્રાર્થના જેવું આ કુશળચિત્ત સુંદર પણ છે.
તેથી એ ફલિત થાય કે નિર્વિકલ્પદશા વગરના=પ્રશસ્તરાગદશાવાળા આરાધક જીવો જેમ ભગવાન પાસે બોધિની પ્રાર્થના કરે છે, આરોગ્યની પ્રાર્થના કરે છે, ઉત્તમ સમાધિની પ્રાર્થના કરે છે, તે ચિત્ત જેમ વિકલ્પાત્મક છે, તેમ બોધિસત્ત્વનું કુશળચિત્ત પણ વિકલ્પાત્મક છે; અને જેમ સરાગદશાવાળા આરાધક જીવોને બોધિ આદિની પ્રાર્થનારૂપ વિકલ્પો સુંદર છે, તેમ સરાગદશાવાળા જીવોને બોધિસત્ત્વના જેવું કુશળચિત્ત પણ સુંદર છે, આમ છતાં વીતરાગ જેવું સુંદર નથી.
આશય એ છે કે બોધિસત્ત્વનું કુશળચિત્ત હોવાને કારણે બોધિસત્વ વીતરાગથી મહાન છે, એમ જે બૌદ્ધદર્શનવાળા કહે છે તે વાત ઉચિત નથી; વસ્તુતઃ બોધિસત્ત્વનું કુશળચિત્ત હોવા છતાં મોહથી આકુળ ચિત્ત છે, માટે વીતરાગથી મહાન નથી, પરંતુ વીતરાગથી નીચેની ભૂમિકામાં છે. તેથી બોધિસત્ત્વ કરતાં વીતરાગ મહાન છે. ઉત્થાન -
પૂર્વમાં કહ્યું કે વીતરાગને સમસ્ત વિકલ્પના તરંગોથી રહિત ચિત્ત હોય છે. ત્યાં પૂર્વપક્ષી કહે કે વીતરાગને પણ ચાર પ્રકારના મનોયોગમાંથી અને ચાર પ્રકારના વચનયોગમાંથી સત્યમનોયોગ અને સત્યવચનયોગરૂપ પ્રથમ, તથા અસત્યઅમૃષામનોયોગ અને અસત્યઅમૃષાવચનયોગરૂપ અંતિમ, એમ બે મનોયોગ અને બે વચનયોગ હોય છે, અને બોધિસત્ત્વનું કુશળચિત્ત પણ અંતિમ મનોયોગમાં અંતર્ભાવ પામે છે, તેથી વીતરાગને પણ એવું કુશળચિત્ત સ્વીકારવામાં કોઈ વિરોધ નથી. તેમ બતાવીને તેનું નિવારણ કરતાં કહે છે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org