Book Title: Jina Mahattva Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 161
________________ ૧૩૮ જિનમહત્ત્વદ્વાત્રિંશિકા/શ્લોક-૨૪-૨૫ જો આવા પ્રકારના અસદ્ભૂતાર્થ વિષયવાળું કુશળચિત્ત પ્રામાણિક છે=સર્વોત્તમ છે, એ પ્રમાણે બૌદ્ધદર્શનવાળાને માન્ય હોય, તો જેમ ‘જગતનું આ દુષ્ચરિત્ર મારા આત્મામાં પડો અને મારા સુચરિત્રના યોગથી સર્વ જીવોની મુક્તિ થાઓ’ એમ બોધિસત્ત્વ ભાવના કરે છે; તેમ ‘અજ્ઞાની જીવોનું જે અજ્ઞાન છે તે મારામાં સદા પડો અને મારા જ્ઞાનના યોગથી તેઓ સદા ચૈતન્યવાળા થાઓ' એ પ્રમાણે પણ બોધિસત્ત્વએ કહેવું જોઈએ અર્થાત્ બોધિસત્ત્વએ આવી ભાવના પણ કરવી જોઈએ. વસ્તુતઃ અજ્ઞાનીનું અજ્ઞાન પોતાનામાં પડે એવી ભાવના બોધિસત્ત્વ કરતા નથી; કેમ કે બીજાનું અજ્ઞાન પોતાને પ્રાપ્ત થાય તેમ તેઓને પણ ઇષ્ટ નથી. ‘બીજાનું અજ્ઞાન પોતાને પ્રાપ્ત થાઓ' તેનો અર્થ એ થાય કે બીજા જીવો જે ખરાબ પ્રવૃત્તિ કરે છે, એવી ખરાબ પ્રવૃત્તિઓ કરનારો હું પણ થાઉં; પરંતુ આવી ભાવના સુંદર નથી; તેમ ‘પોતાના ધર્મથી બધાની મુક્તિ થાઓ’ ‘તેમનું પાપ મારામાં પડો' એ પ્રકારની ભાવના પણ સુંદર નથી; પરંતુ જીવનો પારમાર્થિક જે સમભાવનો પરિણામ છે, તે સુંદર છે. માટે બોધિસત્ત્વએ કરેલું કુશળચિત્ત અસંભવ વિષયવાળું છે, એટલું જ નહીં પણ શ્રેષ્ઠ તરીકે પ્રામાણિક પણ નથી. વસ્તુતઃ આત્માનો સમભાવનો પરિણામ જ શ્રેષ્ઠ છે. માટે સામાયિકના પરિણામવાળા હોવાથી ભગવાન મહાન છે, એ પ્રકારનો અર્થ ફલિત થાય છે. [૨૪ અવતરણિકા : પૂર્વ શ્લોક-૨૪માં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે બોધિસત્ત્વનું જે કુશળચિત્ત છે, તે અસંભવ વિષયવાળું છે, વળી તે શ્રેષ્ઠ તરીકે પ્રામાણિક પણ નથી. તે કેમ શ્રેષ્ઠ તરીકે પ્રામાણિક નથી ? અને સમભાવનો પરિણામ જ શ્રેષ્ઠ તરીકે પ્રામાણિક કેમ છે ? તે બતાવવા માટે ગ્રંથકારશ્રી કહે છે . શ્લોક ઃ अतो मोहानुगं ह्येतन्निर्मोहानामसुन्दरम् । बोध्यादिप्रार्थनाकल्पं सरागत्वे तु साध्वपि ।। २५ ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178