________________
જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/બ્લોક-૨૪
૧૩૭ પૂર્વમાં યુક્તિથી સ્થાપન કર્યું કે બોધિસત્ત્વના કુશળચિત્તવિષયક ભાવો તત્ત્વથી અસંભવી છે. હવે તે કથનને દઢ કરવા માટે તર્કથી તેની પુષ્ટિ કરે છે –
અને જો આવા પ્રકારનું અસદ્ભૂતાર્થ વિષયવાળું કુશળચિત પ્રામાણિક થાય છે શ્રેષ્ઠ છે એ પ્રમાણે સ્વીકાર થાય, તો “જે પ્રમાણે મારામાં જ જગતનું આ દુશ્ચરિત્ર પડો અને મારા સુચરિત્રના યોગથી સર્વ જીવોની મુક્તિ થાઓ” (અષ્ટક પ્રકરણ-૨૯/૪) એની જેમ “અજ્ઞાની જીવોનું જે અજ્ઞાન છે તે મારામાં જ સદા હો અને મારા જ્ઞાનના યોગથી તેઓમાં સર્વદા ચૈતન્ય હો.” (અષ્ટક પ્રકરણ-૨૯/૬ વૃત્તિ) એ પ્રમાણે પણ પર વડે પઠનીય થાય=એ પ્રમાણે બૌદ્ધ કહેવું જોઈએ.”u૨૪ ભાવાર્થ :
બૌદ્ધદર્શનવાળા બોધિસત્ત્વના કુશળચિત્તને સર્વોત્તમ કહે છે, તે બોધિસત્ત્વોનું કુશળચિત્ત તેઓના મત પ્રમાણે કેવું છે ? તે ગ્રંથકારશ્રી બતાવે છે –
બોધિસત્ત્વો પોતાના ધર્મથી જગતના જીવોની મુક્તિની ઇચ્છા કરે છે, અને અન્ય જીવો દુર્ગતિના હેતુ એવા અધર્મને સેવે છે તે અધર્મનું ફળ પોતાને પ્રાપ્ત થાય, જેથી અન્ય જીવોનાં દુઃખો દૂર થાય, એવી ઇચ્છા કરે છે.
આ બંને પરિણામો બોધિસત્ત્વના કુશળચિત્તમાં છે, અને આ બંને પરિણામો પરમાર્થથી અસંભવ વિષયવાળા છે; કેમ કે બોધિસત્ત્વના તેવા કુશળચિત્તથી તેવું કાર્ય થતું હોય તો માત્ર બોધિસત્ત્વની મુક્તિ થાય નહીં, પરંતુ બોધિસત્ત્વોના ધર્મના સેવનથી સર્વ જીવોની મુક્તિ થવી જોઈએ, અને ત્યાર પછી બોધિસત્ત્વની મુક્તિ થઈ શકે; જ્યારે બૌદ્ધદર્શનનાં શાસ્ત્રો કહે છે કે “ગંગાની રેતી જેટલા બુદ્ધો મોક્ષમાં ગયા છે. તેથી એ ફલિત થાય કે બોધિસત્ત્વએ જે ભાવના કરી તે પ્રમાણે “જો પોતાનો ધર્મ અન્યમાં સંક્રમણ પામતો હોય અને બીજાનો અધર્મ પોતાનામાં સંક્રમણ પામતો હોય તો બોધિસત્ત્વની મુક્તિ થાય નહીં; પરંતુ સર્વ જીવોની પ્રથમ મુક્તિ થાય, પછી બોધિસત્ત્વની મુક્તિ થઈ શકે. માટે બોધિસત્ત્વનું આ કુશળચિત્ત અસંભવ વિષયવાળું છે. તેથી ભગવાનના સામાયિકના ચિત્ત કરતાં બોધિસત્ત્વનું ચિત્ત ઉત્તમ નથી, તેમ પૂર્વ શ્લોક સાથે સંબંધ છે.
વળી તર્કથી પણ બોધિસત્ત્વનું આ કુશળચિત્ત સર્વોત્તમ નથી, તે બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org