________________
૧૩૪
જિનમહત્ત્વદ્વાાિંશિકા/શ્લોક-૨૩-૨૪ ટીકાર્ય :
અશ્વિનું.... વિષયત્વીત્ ! આમનું જૈનોને અભિમત એવા ભગવાનનું કુશળચિત્ત મુખ્ય નથી=સર્વોત્તમ નથી, એથી મહાન નથી=ભગવાન મહાત નથી, એ પ્રમાણે કોઈક માયાપુત્રીય=બોદ્ધદર્શનવાળા, કહે છે, તે અયુક્ત છે; જે કારણથી પરપરિકલ્પિત કુશળચિત સમતૃણમણિલેણુ-કાંચતવાળા એવા ભગવાનના સર્વસાવધ યોગની નિવૃત્તિરૂપ સામાયિકથી પણ મુખ્ય નથી=અધિક નથી; કેમ કે અસદ્દભૂતાર્થવિષયપણું છે=પરસ્પરિકલ્પિત એવા કુશળચિત્તનું અસલૂતાર્થવિષયપણું છે. ૨૩
- “સમય માં “પ' થી એ કહેવું છે કે બુદ્ધનું કુશળચિત્ત સંસારી જીવોના ચિત્ત કરતાં તો મુખ્ય છે, પરંતુ સામાયિક કરતા પણ મુખ્ય નથી અર્થાત્ ઉત્તમ નથી. ભાવાર્થ :
બૌદ્ધદર્શનના કેટલાક અનુયાયીઓ તેમનાં શાસ્ત્રો પ્રમાણે બોધિસત્ત્વોનું જે ચિત્ત બતાવ્યું છે, તેને સામે રાખીને કહે છે કે જૈનદર્શનને અભિમત ભગવાનનું જૈનદર્શનની માન્યતા પ્રમાણે બોધિસત્ત્વ જેવું કુશળચિત્ત નથી. માટે જૈનદર્શનને માન્ય એવા ભગવાન કરતાં બુદ્ધ મહાન છે, જૈનોના ભગવાન મહાન નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે કે – બૌદ્ધદર્શનવાળાનું આ વચન યુક્ત નથી; કેમ કે ભગવાન સંયમ ગ્રહણ કરે છે ત્યારે સંસારના સર્વ ભાવો પ્રત્યે સમભાવવાળા હોય છે, અને સર્વ સાવદ્યયોગની નિવૃત્તિરૂપ સામાયિકના પરિણામવાળા હોય છે, અને સામાયિકના પરિણામ કરતાં પણ બોધિસત્ત્વનું કુશળચિત્ત ઉત્તમ નથી અર્થાત્ બોધિસત્ત્વનું જે કુશળચિત્ત પરદર્શનવાળા માને છે તે ચિત્ત ભગવાનના સામાયિકના પરિણામ કરતાં પણ ઉત્તમ નથી; કેમ કે અસભૂત અર્થવિષયવાળું બોધિસત્ત્વનું ચિત્ત છે અર્થાત્ તત્ત્વને સ્પર્શનારું તે ચિત્ત નથી. માટે બોધિસત્ત્વ કરતાં જૈનોના ભગવાન મહાન છે. ૨૩ અવતરણિકા -
તથાદિ – અવતરણિકાર્ચ - તે આ પ્રમાણે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org