________________
૧૨૪
જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/શ્લોક-૧૯ હવે કોઈ મુમુક્ષુ આ પ્રમાણે માતાપિતાના ખેદના નિવારણ માટેનો સર્વ પ્રયત્ન કરે અને તેમના જીવનની વ્યવસ્થાની પણ ઉચિત સામગ્રી એકઠી કરી આપે, આમ છતાં મોહવશ માતાપિતા દીક્ષા માટે રજા ન આપે તો ભાવથી માયા વગરનો પણ દ્રવ્યથી માયાવાળો થાય, અને હું અલ્પ આયુષ્યવાળો છું, એવું મને સ્વપ્ન આવ્યું છે' ઇત્યાદિ કહીને પણ માતાપિતાની રજા મેળવવા પ્રયત્ન કરે.
આ પ્રકારે પ્રયત્ન કરવાથી જો માતાપિતા મુમુક્ષુને રજા આપે તો તેમને ખેદ થાય નહીં, અને મુમુક્ષુએ પણ સર્વ ઉચિત પ્રયત્નો દ્વારા માતાપિતાના ખેદના નિવારણ માટે યત્ન કર્યો, તેથી તેનો કૃતજ્ઞતા ગુણ પણ નાશ પામે નહીં. આમ છતાં માતાપિતા મુમુક્ષુને દીક્ષા માટે અનુજ્ઞા ન આપે, અને તેથી મુમુક્ષુ માતાપિતાનો ત્યાગ કરે, તોપણ તત્ત્વથી તે ત્યાગ નથી. જેમ મુસાફરી કરતાં જંગલમાં માતાપિતાને કોઈ રોગ લાગુ પડ્યો હોય, અને પુત્ર તેમને ત્યાં છોડીને રોગથી રક્ષણ કરવા ઔષધ લેવા અર્થે નગરમાં જાય, તે વખતે તેણે કરેલો માતાપિતાનો ત્યાગ તે વાસ્તવિક રીતે ત્યાગ નથી, પરંતુ તેમને જિવાડવાનો ઉપાય છે; તેમ જે મુમુક્ષુ માતાપિતાના ખેદના પરિવાર માટેના સર્વ ઉચિત પ્રયત્નો કરે, છતાં માતાપિતા રજા ન આપે, તો તેમના હિત અર્થે તેમનો ત્યાગ કરીને પણ સંયમ ગ્રહણ કરે તે ઉચિત છે; કેમ કે સંયમ ગ્રહણ કરીને તે મુમુક્ષુ શાસ્ત્રો ભણશે, ગીતાર્થ થશે અને માતાપિતાને પ્રતિબોધ કરશે, અને અંતે પુત્રના ઉપદેશને પામીને સંયમ ગ્રહણ કરે તો પુત્રની પ્રવ્રજ્યા તેમના ઉપકારનું કારણ બનશે. વળી, પ્રવ્રજ્યા ગ્રહણ કરીને મુમુક્ષુએ પણ સંયમપાલનથી જે આત્મહિત કર્યું, તેમાં પ્રવ્રજ્યા કારણ બની, અને પ્રવજ્યા લેનારની આવી સર્વ ઉચિત પ્રવૃત્તિઓ જઈને જે લોકો તેની પ્રવજ્યાની અનુમોદના કરે, તેઓને પણ પ્રવ્રજ્યા લેનારની પ્રવ્રજ્યા ઉપકારક થાય. આ રીતે પ્રવજ્યા માતાપિતાને, પોતાને અને અન્ય યોગ્ય જીવોને ઉપકારનું કારણ છે. તેથી આવા સમયે માતાપિતાનો ત્યાગ કરે તે પણ પરમાર્થથી ત્યાગ નથી.
તેથી એ ફલિત થયું કે કૃતજ્ઞતા ગુણવાળા એવા મુમુક્ષુએ દીક્ષા ગ્રહણ કરીને પણ માતાપિતાના ખેદનો પરિહાર કર્યો, માટે સર્વ કલ્યાણનું કારણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org