________________
જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/શ્લોક-૨૧
૧૨૯ વિનાશ પામતા એવા તે પુરુષોના ઉપકાર માટે, પરાર્થદીક્ષિત એવા આમનું=પર માટે કૃતનિશ્ચયવાળા એવા જગરુનું, વિશેષથી તેનું પ્રદાન =રાજ્યનું પ્રદાન, ગુણાવહ છે.” (અષ્ટક પ્રકરણ-૨૮, શ્લોક-૪).
એ પ્રમાણે=પૂર્વ શ્લોકમાં કહ્યું કે રાજ્યાદિના દાનમાં મહાઅધિકરણપણાનો અભાવ છે અને ગુણાવહ છે, એથી રાજ્યાદિનું પ્રદાન દોષ નથી, એ પ્રમાણે, વિવાહધર્માદિમાં અને શિલ્પનિરૂપણમાં દોષ નથી; જે કારણથી ઉત્તમ પુણ્ય આ પ્રકારે જ વિવાહશિલ્પાદિનિરૂપણરૂપે જ, વિપાક પામે છે=ભ્યફળને આપે છે.” (અષ્ટક પ્રકરણ-૨૮, શ્લોક-૫).
વળી અહીં=વળી રાજ્યદાન, વિવાહધર્મ અને શિલ્પાદિનિરૂપણમાં, અધિક દોષોથી જે જીવોનું રક્ષણ છે. તે જ એમનોકજીવોનો, ઉપકાર છે અને આમની=જગદ્ગુરુની, પ્રવૃત્તિનું અંગ છે.” (અષ્ટક પ્રકરણ-૨૮, શ્લોક-૬) ૨૧ાા ભાવાર્થ :
વળી અન્ય વાદી કહે છે કે ઋષભદેવ ભગવાને પોતાના પુત્રોને મહાપાપના કારણભૂત રાજ્ય આપ્યું અને લોકોને રાગના ઉપાયભૂત એવાં શિલ્પાદિ શીખવ્યાં માટે ભગવાન મહાન નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે –
આવું કહેનાર વાદીનું કથન યુક્ત નથી; કેમ કે ભગવાન પરના હિત માટે પ્રવૃત્તિ કરે તેવા શુદ્ધ આશયવાળા છે, અને તેઓ આ રીતે રાજ્યપ્રદાનાદિ કરે તો તે પ્રવૃત્તિથી રાજ્યઅપ્રદાનને કારણે જે દોષ થવાનો સંભવ હતો તેનું નિવારણ થાય છે; અને પરોપકાર કરવામાં તત્પર એવા ભગવાને બીજાના દોષનિવારણની શક્તિ હોય તો ઉપેક્ષા કરવી યુક્ત નથી, તેથી ભગવાને કેવળ યોગ્ય જીવોના ઉપકાર અર્થે રાજ્યપ્રદાનાદિ કરેલ છે; પરંતુ “આ મારા પુત્રો છે કે આ મારી પ્રજા છે એ પ્રકારે તેમના પ્રત્યેના મમત્વથી રાજ્યપ્રદાનાદિ કરેલ નથી. તેથી જેઓ પોતાના પુત્રના મમત્વથી કે પ્રજા પ્રત્યેની પ્રીતિથી પ્રજાના માત્ર ભૌતિક હિત માટે પ્રવૃત્તિ કરતા હોય તેઓને રાજ્યપ્રદાનાદિમાં થતા આરંભ-સમારંભનો દોષ લાગે, પરંતુ ભગવાન તો પુત્રાદિ પ્રત્યે કે પ્રજા પ્રત્યે મમત્વબુદ્ધિવાળા ન હતા, માત્ર તેઓને ક્લેશ પ્રાપ્ત ન થાય એ પ્રકારના હિતના આશયથી રાજ્યપ્રદાનાદિ કરેલ છે, માટે ભગવાન મહાન છે. ૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org