________________
૭૪
જિનમહત્ત્વદ્વાઢિશિકા/શ્લોક-૧૧ હવે તૈયાયિક પોતાના ઈશ્વરને જગતના કર્તારૂપે બતાવવા માટે જે અનુમાન કરે છે, ત્યાં જેમ કુંભાર ઘટના ઉપાદાનના પ્રત્યક્ષ દ્વારા ઘટરૂપ કાર્ય કરે છે, તેમ ઈશ્વર પણ ચણુક આદિના ઉપાદાનના પ્રત્યક્ષ દ્વારા વ્યણુક આદિરૂપ કાર્ય કરે છે, અને તેવું કાર્ય જૈનોના ઈશ્વર કરતા નથી, તેમ માને છે. તેથી તૈયાયિકને અભિમત ઈશ્વરને ઉપાદાનપ્રત્યક્ષના આશ્રયરૂપે કર્તા સ્વીકારવામાં તેના મત પ્રમાણે શું દોષ આવે છે, તે ગ્રંથકારશ્રી ‘પ ઘ' થી બતાવે છે –
વળી ઉપાદાનપ્રત્યક્ષ નિરાશ્રય જ તારા મતમાં સિદ્ધ થાઓ; કેમ કે ગુણને સ્વાશ્રય સ્વીકારવા માટેની વ્યાપ્તિમાં તારા મત પ્રમાણે પ્રમાણ નથી.
આશય એ છે કે નયાયિક ઘટાદિ પદાર્થોમાં વર્તતા ગુણનાશ પ્રત્યે ઘટાદિ પદાર્થના નાશને કારણ કહે છે, અને કહે છે કે પ્રથમ ક્ષણમાં ઘટાદિ પદાર્થોનો નાશ થાય છે અને દ્વિતીય ક્ષણમાં તષ્ઠિ ગુણોનો નાશ થાય છે. તેથી ઘટાદિનો નાશ થાય પછી એક ક્ષણ ગુણ નિરાશ્રય રહી શકે છે, તેમ તૈયાયિકના મત પ્રમાણે સિદ્ધ છે. તેથી એ પ્રાપ્ત થાય કે ગુણ આશ્રય વગર ન રહી શકે તેવી વ્યાપ્તિ નૈયાયિકના મત પ્રમાણે નથી. તેથી જો એક ક્ષણ આશ્રય વગર ગુણ રહી શકે તો કોઈક ગુણ સદા આશ્રય વગર રહી શકે તેમ કહી શકાય; અને તેમ સ્વીકારીએ તો એમ માનવું પડે કે કોઈક જ્ઞાન સદા આશ્રય વગરનું છે અને તે જ્ઞાન ઉપાદાનનું પ્રત્યક્ષ કરે છે. તેથી જ્યણુક અને વ્યણુકના ઉપાદાનનું પ્રત્યક્ષ કરનારું જ્ઞાન આશ્રય વગરનું છે. માટે તે જ્ઞાનના આશ્રયરૂપે નૈયાયિકને અભિમત ઈશ્વરની સિદ્ધિ થાય નહિ, પરંતુ એ સિદ્ધ થાય કે આશ્રય વગર રહેલું કોઈક જ્ઞાન કાર્યમાત્ર પ્રત્યે કારણ છે.
આનાથી એ ફલિત થાય કે ઈશ્વરની સિદ્ધિ માટે કરાયેલ તૈયાયિકના અનુમાનથી ઈશ્વરની સિદ્ધિ તો ન થઈ, પરંતુ પોતાને અનભિમત એવું નિરાશ્રય જ્ઞાન યણુક અને ત્યણુકનું કારણ છે, તેમ સિદ્ધ થયું. તેથી તૈયાયિકના અનુમાનથી નૈયાયિકને અભિમત ઈશ્વર જગત્કર્તારૂપે મહાન સિદ્ધ થતા નથી, પરંતુ કાર્યમાત્ર પ્રત્યે જ્ઞાનને કારણે માનીએ તો જૈનોને અભિમત ભગવાનનું જ્ઞાન કાર્યમાત્ર પ્રત્યે કારણ છે, માટે ભગવાન તેવા જ્ઞાનના આશ્રયરૂપે મહાન સિદ્ધ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org