________________
જિનમહત્ત્વદ્વાત્રિંશિકા/શ્લોક-૧૧-૧૨
૭૫
અહીં વિશેષ એ છે કે જૈન સિદ્ધાન્ત પ્રમાણે ગુણો આશ્રયમાં રહે છે, પરંતુ નિરાશ્રય ગુણ રહેતા નથી. તેથી જ્ઞાનને કાર્યમાત્ર પ્રત્યે હેતુ માનીએ તો ભગવાનનું જ્ઞાન કાર્યમાત્ર પ્રત્યે હેતુ છે, તેમ સ્વીકારી શકાય; કેમ કે જ્ઞાન ભગવાનરૂપ આશ્રયમાં રહે છે, પરંતુ નિરાશ્રય રહેતું નથી; અને નૈયાયિકના મત પ્રમાણે આશ્રય વગર પણ ગુણ રહી શકે છે, તેથી કાર્યમાત્ર પ્રત્યે હેતુ બને એવું જ્ઞાન નિરાશ્રય પણ નૈયાયિક મતાનુસાર સિદ્ધ થઈ શકે. માટે જ્ઞાનના આશ્રયરૂપે પણ ઈશ્વરની જગતના કર્તારૂપે સિદ્ધિ તેમના મત પ્રમાણે થાય નહીં. [૧૧]
અવતરણિકા :
"ब्रह्मांडादिधृतिः प्रयत्नजन्या धृतित्वात् घटादिधृतिवत्" इत्यनुमानाद् ब्रह्मांडादिधारकप्रयत्नाश्रयतया जगत्कर्तृत्वसिद्धि:, तथा च श्रुतिः- “ एतस्य चाक्षरस्य प्रशासने गार्गी (गार्गि ! ) द्यावापृथिवी विधृते तिष्ठतः" (बृहदाख्यक-८/३/९) इत्यत
आह
-
અવતરણિકાર્ય :
‘બ્રહ્માંડાદિની ધૃતિ પ્રયત્નજન્ય છે, ધૃતિપણું હોવાથી, ઘટાદિની કૃતિની જેમ', એ પ્રકારના અનુમાનથી બ્રહ્માંડાદિતા ધારક એવા પ્રયત્નના આશ્રયપણાથી જગતના કર્તાપણાની સિદ્ધિ છે, અને તે રીતે=બ્રહ્માંડાદિની ધૃતિના આશ્રય ઈશ્વર છે તે રીતે, શ્રુતિ છે
“હે ગાર્ગી ! આ અક્ષરના પ્રશાસનમાં=આ ઈશ્વરના પ્રયત્નમાં, આકાશ અને પૃથ્વી ધારણ કરાયેલાં રહે છે.” (બૃદવા-૮/૩/૧)
આથી=નૈયાયિક પ્રસ્તુત અનુમાનથી જગત્કર્તાની સિદ્ધિ કરે છે; આથી, તેના નિરાકરણ માટે ગ્રંથકારશ્રી કહે છે
નોંધ :- અહીં ‘’ ના સ્થાને ‘!’ એ પ્રકારનું સંબોધન ભાસે છે. ભાવાર્થ :--
‘ન્યાયકુસુમાંજલિ’ ગ્રંથના પાંચમા સ્તબકમાં ઉદયનાચાર્યે ઈશ્વરને જગતના કર્તા તરીકે સિદ્ધ કરવા માટે અનુમાન કરેલ છે કે ‘બ્રહ્માંડાદિની કૃતિ પ્રયત્નજન્ય
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org