________________
૮૦
જિનમહત્ત્વદ્વાáિશિકા/શ્લોક-૧૨ ટીકાર્ય :
વિશ્વ .... / રૂતિ | અને વળી પ્રયત્નવાળા ઈશ્વરના સંયોગમાત્રનું ધારકપણું હોતે છતે બ્રહ્માંડાદિ, ધારકપણું હોતે છતે, અતિપ્રસંગ છે અન્ય પડતી વસ્તુની પણ ધૃતિ સ્વીકારવાનો અતિપ્રસંગ છે.
અહીં કોઈ કહે કે પ્રયત્નવાળા ઈશ્વરના સંયોગમાત્રને ધારક માનવામાં અતિપ્રસંગના વારણ માટે અમે ધારણાનુકૂળ પ્રયત્નવાળા ઈશ્વરસંયોગને ધારક સ્વીકારીશું, માટે દોષ આવશે નહીં. તેથી કહે છે –
ઘારVIIનુવૃત્ત..... ધારણાનુકૂળ પ્રયત્નવાળા ઈશ્વરસંયોગનું તત્ત્વ=તત્પણું હોતે છતે=ધૃતિપણું હોતે છતે, તે જ દોષ છે અતિપ્રસંગ દોષ છે.
અહીં પૂર્વપક્ષી કહે કે ધારણાનુકૂળ પ્રયત્નવાળા ઈશ્વરસંયોગને ધારક સ્વીકારવામાં અતિપ્રસંગ દોષ છે, તે નિવારવા માટે અમે ધારણાવચ્છિન્ન ઈશ્વરના પ્રયત્નને ધારક સ્વીકારીશું, માટે અતિપ્રસંગ દોષ નહીં આવે. તેનું નિરાકરણ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે –
ધારVIRવચ્છિન્ને ..... =અને ધારણાવચ્છિન્ન ઈશ્વરપ્રયત્નનું જ તત્પણું હોતે છતે જ=ધૃતિપણું હોતે છતે જ, તે જ દોષ છે=અતિપ્રસંગ દોષ છે.
અહીં પૂર્વપક્ષી ઈશ્વરને બ્રહ્માંડાદિના ધારક સ્વીકારવામાં આવતા અતિપ્રસંગ દોષના વારણ માટે સંબંધવિશેષને સ્વીકારીને અતિપ્રસંગ દોષનું વારણ કરે તે બતાવીને તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
વરિ .. અને જો સ્વજનકવૃત્તિધારણાવચ્છિાવિશેષતાનું અથવા ધારણાવચ્છિન્નવિશેષતાનું જ ધારકતાઅવચ્છેદકસંબંધપણું સ્વીકારાય છે, અને તેના અભ્યપગમમાં પૂર્વમાં બતાવ્યું એવા વિશેષ પ્રકારના ધારકતાઅવચ્છેદકસંબંધથી ઈશ્વરને બ્રહ્માંડના ધારક સ્વીકારવામાં, તેનાં જ્ઞાન અને ઈચ્છાતા પણ ધારકપણાની આપત્તિ હોવાને કારણે=ઈશ્વરનું જ્ઞાન અને ઈશ્વરની ઇચ્છાના પણ ધારકપણાની આપત્તિ હોવાને કારણે, ગૌરવ હોવાથી લાઘવથી ધર્મનું જ ધારકપણું ઉચિત છે.
તે આ લાઘવથી ધર્મનું જ ધારકપણું ઉચિત છે, એમ જે પૂર્વમાં કહ્યું તે આ, “યોગશાસ્ત્ર'-૪-૧૮માં કહેવાય છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org