________________
૫
જિનમહત્ત્વદ્વાચિંશિકા/શ્લોક-૧૪-૧પ દાન કર્યું છે, માટે ભગવાન મહાન નથી.” તેને ગ્રંથકારશ્રી ભગવાનનું દાન પરિમિત કેમ છે ? તે બતાવવા અર્થે કહે છે --
ભગવાન પાસે અર્થ=ધન, ન હતું, ઉદારતા ન હતી, માટે ભગવાનનું પરિમિત દાન છે, એમ નથી; પરંતુ અર્થીના અભાવને કારણે ભગવાનનું પરિમિત દાન છે અર્થાતુ જેવા યાચકો બોધિસત્ત્વ પાસે હતા, તેવા યાચકો ભગવાન પાસે ન હતા, માટે ભગવાનનું પરિમિત દાન છે. “આવશ્યક નિયુક્તિમાં કહ્યું છે કે “ઇષ્ટને માંગો, ઇષ્ટને માંગો' એ પ્રકારની ઉદ્ઘોષણાપૂર્વક ભગવાને દાન આપેલ છે. તેથી જો અર્થાદિનો અભાવ હોય તો આવી ઉદ્ઘોષણા કરાવી શકે નહીં, વળી ઉદારતા ન હોય તોપણ આવી ઉદ્ઘોષણા કરાવી શકે નહીં. તેથી અર્થથી ફલિત થાય છે કે ભગવાનની પાસે વિપુલ ધન હતું અને ઉદારતા પણ હતી; આમ છતાં ઘણું ધન માંગે તેવા પ્રકારના વાચકોના અભાવને કારણે બોધિસત્ત્વ જેવું અસંખ્ય =અપરિમિત દાન ભગવાનનું નથી, પરંતુ પરિમિત દાન છે. II૧૪ના. અવતરણિકા :
પૂર્વ શ્લોક-૧૪માં કહ્યું કે અર્થીના અભાવને કારણે ભગવાનનું પરિમિત દાન છે. ત્યાં વિચારકને પ્રશ્ન થાય કે જ્યારે ઉદ્દઘોષણાપૂર્વક ભગવાન દાત કરતા હોય ત્યારે ધનના અર્થી જીવો પરિમિત દાન માંગે, તે કઈ રીતે સંભવે ? તેથી કહે છે –
શ્લોક :
स च स्वाम्यनुभावेन सन्तोषसुखयोगतः ।
धर्मेऽप्युग्रोद्यमात्तत्त्वदृष्ट्येत्येतदनाविलम् ।।१५।। અન્વયાર્થ :
ઘ=અને સ્વાસ્થનુમાન સ્વામીના અનુભાવથી પ્રભાવથી સન્તોષસુયોતિ =સંતોષસુખનો યોગ હોવાથી=સંતોષસુખનો સંભવ હોવાથી (અ) તત્ત્વચા થર્નેડથુદામ–સ્વામીના અનુભાવથી જ તત્વદૃષ્ટિને કારણે=તત્ત્વદૃષ્ટિ પ્રગટ થવાને કારણે, ધર્મમાં પણ ઉગ્ર ઉદ્યમ થવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org