________________
૧૦૮
જિનમહત્વદ્ધાત્રિશિકા/શ્લોક-૧૬ (૩) પાપાનુબંધીપાપ:- અતત્ત્વ પ્રત્યેના અભિનિવેશપૂર્વક સેવાતા આરંભસમારંભાદિથી બંધાતું પાપ પાપાનુબંધી પાપ છે. તે પાપ ચારે ગતિના જીવો બાંધે છે. માટે ચાર ગતિમાં અતત્ત્વના અભિનિવેશવાળા જીવો હોય છે, અને અતત્ત્વના અભિનિવેશવાળા જીવો પોતાને ઇષ્ટ એવા વિષયોમાં જે પ્રવૃત્તિ કરે છે, તે સર્વ આરંભ-સમારંભારિરૂપ છે, અને તેનાથી બંધાતું પાપ દુરંત સંસારનું કારણ બને છે. જેમ કોઈ પુરુષ અસુંદર ઘરથી અધિક અસુંદર ઘરમાં જાય, તેમ પાપાનુબંધીપાપથી જીવો અસુંદર ભવને પામીને અધિક અસુંદર ભવને પ્રાપ્ત કરે છે. જેમ કોઈ જીવ મનુષ્યભવમાં પાપાનુબંધી પાપ કરીને તિર્યંચમાં જાય અને ત્યાં ઘણી હિંસા કરીને નરકમાં જાય, તે પાપાનુબંધી પાપ છે.
(૪) પુણ્યાનુબંધીપાપ :- અકુશળ અનુષ્ઠાનથી મિશ્ર અને નિદાનાદિથી રહિત એવું કુશળ અનુષ્ઠાનનું સેવન પુણ્યાનુબંધીપાપનું કારણ બને છે. જેમ ચંડકૌશિકના જીવે સાધુના ભવમાં નિદાનાદિ ભાવોથી રહિત સંયમનું પાલન કર્યું, છતાં તે પાલન, ક્ષુલ્લક સાધુ પ્રત્યે ક્રોધ કરીને અકુશળ અનુષ્ઠાનથી મિશ્ર એવું સંયમનું પાલન હતું. તેથી કાળ કરીને જ્યોતિષ વિમાનમાં દેવ થયા, ત્યાર પછી તાપસ થયા અને ત્યાર પછી ચંડકૌશિકના ભવની પ્રાપ્તિ થઈ. આ ચંડકૌશિકના ભવની પ્રાપ્તિનું કારણ પુણ્યાનુબંધીપાપ હતું, જે સાધુના ભવમાં બાંધેલું હતું, પરંતુ તે નિર્નિદાન હતું, તેથી તેના ફળરૂપે ચંડકૌશિકના ભાવમાં વીર ભગવાનને પામીને ધર્મનું સેવન કર્યું, જેથી ઉત્તરમાં દેવભવની પ્રાપ્તિ થઈ. તેથી જેમ કોઈ પુરુષ અસુંદર ઘરથી સુંદર ઘરમાં જાય છે, તેમ પુણ્યાનુબંધીપાપના ઉદયથી અસુંદર એવા ચંડકૌશિકના ભવથી સુંદર એવા દેવભવમાં ગયા.
* આ લખાણ અષ્ટક પ્રકરણની ટીકાના આધારે છે.
આ ચાર ભાંગામાંથી ભગવાનનું પુણ્ય પ્રથમ ભાંગાવાળું હતું, અને તે પુણ્ય આ ભવમાં ગૃહસ્થ અવસ્થામાં તેમણે સર્વત્ર ઉચિત પ્રવૃત્તિપૂર્વક અનુકૂળ સંયોગોનો અનુભવ કર્યો તે અનુભૂત પુણ્ય હતું, અને તે અનુભૂત પુણ્યમાંથી અવશિષ્ટ એવું પુણ્ય પણ ઉચિત ક્રિયા કરાવે તેવું હતું. તેથી જેમ ભગવાનનું અનુભૂત પુણ્ય ગર્ભથી માંડીને ઉચિત પ્રવૃત્તિ કરાવે છે, તેમ અવશિષ્ટ પણ પુણ્ય ઉચિત પ્રવૃત્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org