________________
જિનમહત્ત્વદ્રાસિંશિકા/શ્લોક-૧૮
૧૧૭ મુનિને પોતાના નાના ભાઈઓને વંદન નહીં કરવાનો અધ્યવસાય હતો. તેથી ધ્યાનમાં સુદઢ યત્ન હોવા છતાં કેવળજ્ઞાન પ્રગટ થતું ન હતુંપરંતુ જ્યારે બહેન સાધ્વીજીઓના વચનથી તે અધ્યવસાય નિવર્તન પામ્યો ત્યારે વિશિષ્ટ નિર્જરાની પ્રાપ્તિ થઈ અને કેવળજ્ઞાન પ્રગટ થયું. તેથી અનુચિત પ્રવૃત્તિનો અધ્યવસાય જ્યાં સુધી નિવર્તન પામે નહીં, ત્યાં સુધી પ્રવજ્યા પણ વિશિષ્ટ નિર્જરાનું કારણ બને નહીં. તેથી ભગવાને અનુચિત પ્રવૃત્તિના અધ્યવસાયના નિવર્તનપૂર્વક ઉચિત પ્રવૃત્તિ કરવા અર્થે અભિગ્રહને ગ્રહણ કર્યો, જેથી તેમની પ્રવ્રજ્યા ન્યાયપૂર્વકની થવાને કારણે મહાનિર્જરાનું કારણ બની. માટે ભગવાનનો અભિગ્રહ સંગત છે.
“અષ્ટક પ્રકરણના ઉદ્ધરણના સાક્ષીપાઠમાં કહ્યું કે સર્વથા સર્વપાપની નિવૃત્તિવાળી પ્રવ્રજ્યા સંતોને માન્ય છે. તેથી એ પ્રાપ્ત થાય કે સર્વવિરતિ ગ્રહણ કરતી વખતે સર્વ સાવદ્ય પ્રવૃત્તિની નિવૃત્તિ કરવામાં આવે છે, અને તે સર્વ પાપની નિવૃત્તિ પણ કરણ, કરાવણ અને અનુમોદનથી કરવાની છે; અને જો ભગવાન દીક્ષા લેતી વખતે માતાપિતાના ઉદ્વેગની ઉપેક્ષા કરીને સંયમ ગ્રહણ કરત, તો માતાપિતાને ઉગ કરવામાં નિમિત્તભાવરૂપ પાપની નિવૃત્તિ થાય નહીં. તેથી સર્વથા સર્વ પાપની નિવૃત્તિનો અર્થી કોઈના પણ ઉગમાં પોતે નિમિત્ત ન બને, અને તેમાં નિમિત્તનો પરિહાર શક્ય હોય તો પરિહાર કરીને પ્રવ્રજ્યા ગ્રહણ કરે, તો જ સર્વથા સર્વ પાપની નિવૃત્તિ થાય; પરંતુ કોઈના પણ ઉદ્વેગ પ્રત્યે ઉપેક્ષા વર્તતી હોય તો સર્વથા સર્વ પાપની નિવૃત્તિ થાય નહીં. માટે ભગવાને અભિગ્રહ ગ્રહણ કર્યો તે યોગ્ય છે. ઉત્થાન :
શ્લોકના ઉત્તરાર્ધનો અર્થ કરે છે – ટીકા :
तथा यद् गुर्वोर्मातापित्रोः शुश्रूषणं परिचरणं, तद्धि प्रारम्भमङ्गलमादिमङ्गलं प्रव्रज्यालक्षणशुभकार्यस्येति । नैतद्विना प्रव्रज्यासिद्धिरित्यस्मादेव तस्या न्याय्यत्वम् । तदिदमाह -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org