________________
૧૧૮
જિનમહત્ત્વતાવિંશિકા/શ્લોક-૧૮ 'प्रारम्भमङ्गलं ह्यस्या गुरुशुश्रूषणं परम् ।
હતો ધર્મપ્રવૃત્તાનાં નૃri પૂનારૂવંગતુ" || (દ ર-ર૬/૭)તિ ારા ટીકાર્ય :
તથા ન્ ... તિ છે અને ગુરુનું માતાપિતાનું, જે આ શુભૂષણ છે–પરિચરણ છે, તે પ્રવજ્યાલક્ષણ શુભ કાર્યનું પ્રારંભમંગલ છે=આદિમંગલ છે. “તિ' શબ્દ શ્લોક સ્પર્શી ટીકાની સમાપ્તિમાં છે. આના વગર= ગુરુશુશ્રુષારૂપ પ્રારંભમંગલ વિના, પ્રવ્રયાની સિદ્ધિ નથી. એથી આનાથી જ=અભિગ્રહથી જ, તેનું પ્રવ્રજ્યાનું, વ્યાધ્યપણું છે.
તે આ કહે છે - પ્રવ્રજ્યાલક્ષણ શુભ કાર્યનું ગુરુશુશ્રષણ આદિમંગલ છે' - એમ જે પૂર્વમાં કહ્યું, તે આ અષ્ટક પ્રકરણ-૨૫, શ્લોક-૭માં કહે છે -
આનું પ્રવ્રજ્યાનું ગુરુશુશ્રુષણ શ્રેષ્ઠ પ્રારંભમંગલ છે. આ માતાપિતા, ઘર્મમાં પ્રવૃત્ત એવા પુરુષને મહાન પૂજાનું સ્થાન છે.” (અષ્ટક પ્રકરણ-૨૫, શ્લોક-૭)
‘તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. ૧૮ ભાવાર્થ –
પૂર્વમાં કહેલું કે માતાપિતાના ઉદ્વેગના નિરાસને કારણે ભગવાનનો અભિગ્રહ ન્યાયયુક્ત છે. વળી અન્ય રીતે પણ ભગવાનનો અભિગ્રહ ન્યાયયુક્ત કેમ છે ? તે સ્પષ્ટ કરે છે –
માતાપિતાની શુશ્રુષા કરવી તે પ્રવ્રજ્યાલક્ષણ શુભ કાર્યનું પ્રથમ મંગલ છે. માટે ભગવાને અભિગ્રહ ગ્રહણ કરીને માતાપિતાની સેવા કરી તે સંયમ ગ્રહણ કરતાં પૂર્વે પ્રારંભ મંગલ કર્યું. તેથી તેમનું સંયમ મોક્ષરૂપ ફળ પ્રાપ્ત કરવામાં પ્રબળ કારણ બન્યું; અને આ પ્રારંભ મંગલ વગર પ્રવજ્યા ગ્રહણ કરવામાં આવે તો ભાવથી પ્રવ્રજ્યાની પ્રાપ્તિ થાય નહીં. આથી ભાવથી પ્રવ્રજ્યાની પ્રાપ્તિનું કારણ ભગવાનનો અભિગ્રહ હતો, તેથી ભગવાનનો અભિગ્રહ ન્યાયયુક્ત છે. II૧૮મા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org