________________
જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/બ્લોક-૧૮
૧૧૩ અહીં પ્રશ્ન થાય કે મોક્ષનું કારણ તો સંયમની પ્રવૃત્તિ છે. તેથી ભગવાને માતાપિતાના ઉદ્ધગનો નિરાસ કર્યો, તેનાથી મોક્ષની સિદ્ધિ છે, તેમ કેમ કહી શકાય ? તેથી કહે છે –
જે કારણથી ઉચિત પ્રવૃત્તિ તેનો ઉપાય છે=મોક્ષનો ઉપાય છે, અને અનુચિત પ્રવૃત્તિ તેનું વિધ્ધ છે=મોક્ષનું વિધ્ય છે. “તિ' શબ્દ ઉપર્યુક્ત કથનની સમાપ્તિમાં છે.
તે આ કહેવાયું છે–પૂર્વમાં કહ્યું કે માતાપિતાના ઉદ્વેગના નિરાસથી ઉક્ત અભિગ્રહની વ્યાપ્યતા છે તે આ, અષ્ટક પ્રકરણ-૨૫, શ્લોક-૩માં કહેવાયું છે –
માતાપિતાના ઉદ્વેગના નિરાસ માટે, મોટા પુરુષોની મર્યાદાની પ્રસિદ્ધિ માટે, ઈષ્ટકાર્યની સમૃદ્ધિ માટે, આવા પ્રકારનો અભિગ્રહ=વીર ભગવાને ગર્ભમાં કર્યો એવા પ્રકારનો અભિગ્રહ, જિનાગમમાં સંભળાય છે." (અષ્ટક પ્રકરણ-૨૫, શ્લોક-૩) ભાવાર્થ -
ભગવાને પોતાના વિયોગના નિમિત્તના માતાપિતાના શોકના પરિવાર માટે ગર્ભમાં અભિગ્રહ કર્યો કે “જ્યાં સુધી માતાપિતા જીવે ત્યાં સુધી હું સંયમ ગ્રહણ કરીશ નહિ.” આ પ્રકારના અભિગ્રહથી ભગવાને માતાપિતાના શોકનો પરિહાર કર્યો, અને બીજાઓને પણ આ પ્રકારની મર્યાદા બતાવી અર્થાત્ માતાપિતાના શોકના પરિવાર માટે ઉચિત પ્રયત્ન કરવો જોઈએ, એ પ્રકારની મર્યાદા બતાવી, અને તેના દ્વારા મોક્ષની પ્રાપ્તિ કરી. માટે ભગવાનનો અભિગ્રહ ન્યાયયુક્ત છે.
અહીં પ્રશ્ન થાય કે મોક્ષનો ઉપાય તો સંયમપાલનની ક્રિયા છે. તેથી માતાપિતાના શોકનો પરિહાર મોક્ષનું કારણ છે માટે ન્યાયયુક્ત છે, તેમ કેમ કહી શકાય ? તેથી કહે છે –
“ઉચિત પ્રવૃત્તિ જ મોક્ષનો ઉપાય છે અને અનુચિત પ્રવૃત્તિ મોક્ષમાં વિઘ્ન છે.” આનાથી એ ફલિત થાય કે માતાપિતાના શોકના પરિહાર માટે જો ભગવાને અભિગ્રહ ન ગ્રહણ કર્યો હોત તો તે અનુચિત પ્રવૃત્તિ બનત, અને તે અનુચિત પ્રવૃત્તિ મોક્ષમાં વિઘ્ન છે. તેથી તેવી અનુચિત પ્રવૃત્તિ કરીને સંયમ ગ્રહણ કર્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org