________________
''
છે.
જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/બ્લોક-૧૦-૧૭
૧૦૯ કરાવનારું છે. તેથી અન્ય જીવોના હિતને અનુકૂળ ઉચિત પ્રવૃત્તિરૂપે ભગવાને દાન કર્યું છે; પરંતુ પોતે સંયમનું પાલન કરવા માટે અસમર્થ હતા, તેથી સંયમને અનુકૂળ શક્તિના સંચય માટે દાન કર્યું છે, એવું નથી. તેથી ભગવાન દાન કરે છે માટે અકૃતાર્થ છે' તેમ કહી શકાય નહીં, પરંતુ ઉત્તમ જીવોનું પુણ્ય પરના ઉપકારને માટે હોય છે, તેમ તીર્થકરોનું પુણ્ય ઉચિત ક્રિયા કરાવીને અનેક જીવોના હિતનું કારણ બને તેવું છે. માટે ભગવાન અકૃતાર્થ નથી, પરંતુ કૃતાર્થ છે માટે મહાન છે.
અહીં વિશેષ એ છે કે સિદ્ધાવસ્થામાં ભગવાન સંપૂર્ણ કૃતાર્થ છે; કેમ કે સર્વ કૃત્યોની સિદ્ધિ સિદ્ધાવસ્થામાં છે; અને સંસાર અવસ્થામાં ભગવાન જ્યારે દીક્ષા લેવા સન્મુખ થયા ત્યારે હજી મોહને જીતવાનો બાકી છે, અને મોહને જીતવા અર્થે સંયમ ગ્રહણ કરવા તત્પર થયા છે તે અપેક્ષાએ ભગવાન કૃતાર્થ નથી; પરંતુ જ્યારે ભગવાને મોહને જીત્યો અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરી ત્યારે તેટલા અંશથી ભગવાન કૃતાર્થ છે. આમ છતાં દીક્ષા પૂર્વે વર્ષીદાન આપે છે ત્યારે પણ વર્ષીદાન આપીને સંયમનાં પ્રતિબંધક કર્મોના નાશરૂપ ફળની આશાથી દાન આપતા નથી. તેથી ચારિત્રમોહનીયકર્મને તોડવા માટે તેમનું દાન નથી, પરંતુ જગતના જીવોના હિત માટે દાન આપે છે, તે અપેક્ષાએ ભગવાન સિદ્ધ પ્રયોજનવાળા છે. માટે ભગવાનની દાનની ક્રિયાને આશ્રયીને ભગવાન અકૃતાર્થ નથી, તેમ કહેલ છે. તેથી દીક્ષા પૂર્વે મોહને જીતવાની અપેક્ષાએ અકૃતાર્થ હોવા છતાં દાનની ક્રિયાને આશ્રયીને ભગવાન અકૃતાર્થ નથી, માટે ભગવાન મહાન છે. આવા અવતરણિકા -
एतदेव गुणान्तरानुगुणविपाकशालितया स्पष्टयति - અવતરણિકાર્ય :
ગુણાંતરઅનુગુણવિપાકશાલીપણાથી ન્યાયપૂર્વકની પ્રવ્રયાની પ્રાપ્તિ રૂપ જે ગુણાંતર એને અનુરૂપ એવા વિપાકશાલીપણાથી આને જ= પુણ્યાનુબંધી પુણ્યને જ સ્પષ્ટ કરે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org