________________
૧૦૭
જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/શ્લોક-૧૬ સુંદર ભવની પ્રાપ્તિ કરાવીને અધિક સુંદર ભવની પ્રાપ્તિનું કારણ બને છે, તે પુણ્યાનુબંધી પુણ્ય છે. જેમ મેઘકુમારના જીવે હાથીના ભાવમાં દયા કરીને પુણ્યાનુબંધી પુણ્ય બાંધ્યું, જે મનુષ્યભવની પ્રાપ્તિ કરાવીને તેનાથી અધિક સુંદર એવા દેવભવની પ્રાપ્તિનું કારણ બન્યું.
આનાથી એ ફલિત થાય કે કોઈપણ ગતિમાં રહેલો જીવ તે ભવમાં ધર્મની સામગ્રી પામીને તત્ત્વની રુચિવાળો થાય અને પોતાની ભૂમિકા પ્રમાણે કોઈપણ સધર્મના અનુષ્ઠાનનું સેવન કરે, તો તેનાથી તેને પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે. તે પુણ્ય તેને ઉત્તરના મનુષ્યાદિ શુભ ભવનું કારણ બને છે, અને ત્યાં પણ શુભભાવની પ્રાપ્તિ કરાવીને ફરી ધર્મની વૃત્તિ ઉત્પન્ન કરે છે, તેથી પૂર્વ કરતાં અધિક સુંદર એવા દેવાદિ ભવની પ્રાપ્તિ થાય છે. જેમ મેઘકુમારના જીવે પૂર્વના હાથીના ભાવમાં યુવતેષ યાત્યન્ત' ઇત્યાદિ વચનથી સિદ્ધ એવા યોગબીજને ગ્રહણ કર્યું અને તે વખતે યોગબીજને અનુકૂળ શુભ અધ્યવસાયથી પુણ્યાનુબંધી પુણ્યની પ્રાપ્તિ થઈ. તે પુણ્યાનુબંધી પુણ્ય મનુષ્યભવની પ્રાપ્તિ કરાવીને અધિક ધર્મના સેવનનું કારણ બન્યું, અને તેનાથી પછીના ભાવમાં સર્વાર્થસિદ્ધ વિમાનવાસી દેવ થયા.
(૨) પાપાનુબંધી પુણ્ય :- અસધર્મના સેવનથી પાપાનુબંધી પુણ્ય બંધાય છે અર્થાત્ અતત્ત્વના અભિનિવેશપૂર્વક ધર્મના અનુષ્ઠાનના સેવનથી બંધાતું પુણ્ય પાપાનુબંધી પુણ્ય છે. જેમ જમાલીને ભગવાનના વચનથી વિપરીત અતત્ત્વનો અભિનિવેશ હતો અને સંયમની શુદ્ધ આચરણાનું પાલન હતું, તેથી તેમનો સેવાયેલો ધર્મ અસદુધર્મ હતો અને તેનાથી બંધાયેલું પુણ્ય પાપાનુબંધી પુણ્ય હતું. તે પાપાનુબંધી પુણ્ય વિપાકમાં આવે ત્યારે પ્રથમ તો મનુષ્યભવ કે દેવભવની પ્રાપ્તિ કરાવે, પરંતુ તે ભાવમાં પણ અતત્ત્વનો અભિનિવેશ ઉત્પન્ન કરાવીને નરકાદિ દુર્ગતિનું કારણ બને. જેમ કોઈ પુરુષ સુંદર ઘરમાંથી અસુંદર ઘરમાં જાય, તેમ પાપાનુબંધી પુણ્યથી જીવ સુંદર એવા મનુષ્યાદિ ભવને પામીને અસુંદર એવા નરકાદિ ભવને પામે.
નિદાનપૂર્વક ધર્મ કરનારા બ્રહ્મદત્ત ચક્રવર્તી આદિ, ઉત્સુત્ર ભાષણ કરનારા જમાલી આદિ અને સ્વમતના આગ્રહી એવા જીવો, ધર્મનું અનુષ્ઠાન સેવન કરે છે, તેનાથી પાપાનુબંધી પુણ્ય બંધાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org