________________
જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/શ્લોક-૧૨ બ્રહ્માંડાદિના ધારણાનુકૂળ પ્રયત્નવાળા ઈશ્વર છે અને તે ઈશ્વરનો સંયોગ જગતના તમામ પદાર્થો સાથે છે. તેથી ઈશ્વરબ્રહ્માંડાદિના ધારણાનુકૂળ પ્રયત્નવાળા હોવા છતાં અન્ય પદાર્થોની પણ ધૃતિ માનવાનો અતિપ્રસંગ આવે છે.
જેમ કોઈ પુરુષ હસ્તાદિથી ઘટને ધારણ કરવા યત્ન કરતો હોય ત્યારે તે પુરુષનો ઘટને ધારણ કરવાને અનુકૂળ પ્રયત્ન છે, પરંતુ પટાદિને ધારણ કરવાને અનુકૂળ પ્રયત્ન નથી; આમ છતાં તે હસ્ત ઉપર પટ આવીને પડે તો તે પટનું પણ ધારણ થાય છે. તેમ ઈશ્વરનો ધારણાનુકૂળ પ્રયત્ન બ્રહ્માંડાદિવિષયક હોવા છતાં તે ઈશ્વર સાથે અન્ય સર્વ પદાર્થોનો સંયોગ હોવાથી અન્ય પતન પામતા પદાર્થોનો પણ ઈશ્વરના સંયોગથી ધારણ થવાનો અતિપ્રસંગ પ્રાપ્ત થશે.
અહીં પૂર્વપક્ષી કહે કે ઈશ્વરનો સંયોગ સર્વવ્યાપી છે, તેથી અન્ય પદાર્થોના ધારક ઈશ્વરને સ્વીકારવાનો અતિપ્રસંગ તમે આપ્યો; પરંતુ અમે ઈશ્વરના સંયોગને ધારક સ્વીકારતા નથી, પરંતુ ધારણાવચ્છિન્ન ઈશ્વરના પ્રયત્નને જ ધારક સ્વીકારીએ છીએ. તેથી ઈશ્વરના અનેક પ્રકારના પ્રયત્નો છે, તેમાંથી જે ધારણાવચ્છિન્ન પ્રયત્ન છે, તે પ્રયત્નથી બ્રહ્માંડાદિની વૃતિ થાય છે, પરંતુ અન્ય પદાર્થોની વૃતિ થતી નથી. તેથી ઈશ્વરનો સંયોગ સર્વ પદાર્થો સાથે હોવા છતાં બ્રહ્માંડાદિ સિવાય અન્ય પદાર્થોની ધૃતિ સ્વીકારવાની આપત્તિ આવશે નહીં. તેને ગ્રંથકારશ્રી કહે છે કે ધારણાવચ્છિન્ન ઈશ્વરના પ્રયત્નનું ધારકપણું સ્વીકારવામાં પણ અતિપ્રસંગદોષનું નિવારણ થતું નથી.
આશય એ છે કે ઈશ્વર બ્રહ્માંડાદિને ધારણ કરવા માટે પ્રયત્ન કરે છે અને ઘટાદિ કાર્યો કરવા માટે પણ પ્રયત્ન કરે છે, તે સર્વ પ્રયત્નોમાંથી ધારણાવચ્છિન્ન પ્રયત્ન ધારણાને અનુકૂળ ક્રિયારૂપ છે. તેથી ધારણાવચ્છિન્ન પ્રયત્ન કહેવાથી ઘટાદિ કાર્યવિષયક અન્ય પ્રયત્ન કરતાં ધારણાને અનુકૂળ ક્રિયારૂપ પ્રયત્ન જુદો પડશે, અને ઈશ્વર જ્યારે ધારણાવચ્છિન્ન પ્રયત્નવાળા હશે, ત્યારે તે પ્રયત્નથી સર્વ પદાર્થોની ધૃતિ પ્રાપ્ત થશે; કેમ કે નૈયાયિકને માન્ય ઈશ્વર સર્વવ્યાપી હોવાથી ધારણાનુકૂળ પ્રયત્નવાળા સાથે જે પદાર્થનો સંયોગ થયો તે સર્વ પદાર્થો ઈશ્વરના પ્રયત્નથી ધારણ થવા જોઈએ.
જેમ કોઈ પુરુષ બોલવાને અનુકૂળ પ્રયત્નવાળો હોય ત્યારે તે બોલવાના પ્રયત્નથી ઘટનું ધારણ થતું નથી, પરંતુ જ્યારે ઘટના ધારણને અનુકૂળ પ્રયત્નવાળો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org