________________
જિનમહત્ત્વવાલિંશિકા/શ્લોક-૧૨
“આલંબન વગરની, આધાર વિનાની, વિશ્વનો આધાર એવી પૃથ્વી જે રહે છે, તેમાં ધર્મથી અન્ય કારણ નથી.” (યોગશાસ્ત્ર-૪-૧૮) તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિમાં છે.
‘તત્જ્ઞાનેચ્છયોરપિ' અહીં ‘પિ' થી એ કહેવું છે કે ઈશ્વરની વૃતિ તો બ્રહ્માંડાદિની ધારક છે, પરંતુ જ્ઞાન અને ઇચ્છાને પણ બ્રહ્માંડાદિના ધારક સ્વીકારવાની આપત્તિ છે. ભાવાર્થ :
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ ઉદયનાચાર્યના અનુમાનનું નિરાકરણ કરતાં કહ્યું કે ધૃતિ આદિ ધર્માદિજન્ય છે, માટે ધૃતિ આદિના આશ્રયપણાથી ઈશ્વરને જગકર્તા માનવામાં કોઈ પ્રમાણ નથી. ત્યાં વિચારકને જિજ્ઞાસા થાય કે બ્રહ્માંડાદિની ધૃતિ દેખાય છે, અને તેના ધારક ઈશ્વર નથી, તેમ કઈ રીતે નક્કી થાય ? તેથી નૈયાયિક જે બ્રહ્માંડાદિના ધારક ઈશ્વરને માને છે, તેની માન્યતાને સામે રાખીને તેની માન્યતા પ્રમાણે ઈશ્વરને બ્રહ્માંડાદિના ધારક સ્વીકારવામાં કઈ રીતે અતિપ્રસંગ આવે છે, તે બતાવે છે –
નૈયાયિક ઈશ્વરને સર્વવ્યાપી માને છે, તેથી ઈશ્વરનો સંયોગ જગતના સર્વ પદાર્થો સાથે છે. જો પ્રયત્નવાળા ઈશ્વરનો સંયોગમાત્ર બ્રહ્માંડાદિનો ધારક છે, તેમ માનીએ, તો પ્રયત્નવાળા ઈશ્વરનો સંયોગ જેમ બ્રહ્માંડાદિ સાથે છે, તેમ જગતના તમામ પદાર્થો સાથે છે. તેથી જેમ બ્રહ્માંડાદિ પડતા નથી, તેમ અન્ય કોઈપણ પદાર્થ પડવો જોઈએ નહિ.
વસ્તુતઃ જગતમાં કેટલાક પદાર્થો ઉપરથી નીચે પડતા દેખાય છે, તે સર્વની સાથે ધારણ કરનાર ઈશ્વરનો સંયોગ છે, તેમ તૈયાયિકના મતે સિદ્ધ છે. માટે “જે પદાર્થ ઉપરથી નીચે પડે છે, તે પડવા જોઈએ નહીં,” એ પ્રકારનો અતિપ્રસંગ દોષ છે.
આ રીતે પ્રયત્નવાળા ઈશ્વરના સંયોગમાત્રને બ્રહ્માંડાદિના ધારક સ્વીકારવામાં અતિપ્રસંગ દોષ છે. તે દોષના નિવારણ માટે તૈયાયિક કહે કે – ઈશ્વરનો ધારણાનુકૂળ પ્રયત્ન બ્રહ્માંડાદિમાં છે, પરંતુ અન્ય પડતા પદાર્થો સાથે નથી. તેથી પ્રયત્નવાળા ઈશ્વરના સંયોગથી બ્રહ્માંડાદિનું ધારણ થાય છે, અને અન્ય પડતા પદાર્થોનું ધારણ થતું નથી. તેથી બ્રહ્માંડાદિના ધારક ઈશ્વરને સ્વીકારવામાં અતિપ્રસંગ દોષ નથી. તેનું નિવારણ કરવા માટે ગ્રંથકારશ્રી કહે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org