________________
જિનમહત્ત્વદ્વાત્રિંશિકા/મ્લોક-૧૨
૭૯
પદાર્થોના સ્વભાવ પ્રમાણે પૃથ્વી પણ સ્વસ્વભાવે સ્થિર રહે છે પણ પાત પામતી નથી.
અહીં પ્રશ્ન થાય કે આ રીતે પુણ્ય અને સ્વભાવાદિને કા૨ણે બ્રહ્માંડની કૃતિ આદિ સ્વીકારવામાં આવે તો અવતરણિકામાં બતાવેલ શ્રુતિની સંગતિ કઈ રીતે થાય ? તેથી કહે છે.
--
સંગ્રહનયની દૃષ્ટિથી વિચારીએ તો જગત્વર્તી સર્વ આત્માઓ એક આત્મા છે, અને તે સર્વ આત્માઓનું એવું પુણ્ય છે કે જેથી તે પુણ્યના પ્રશાસનથી=પુણ્યના પ્રભાવથી, પૃથ્વી સ્થિર રહે છે. માટે અવતરણિકામાં બતાવેલ શ્રુતિની સંગતિ થશે, અને શ્રુતિની સંગતિ કરવા અર્થે ઈશ્વરને બ્રહ્માંડાદિના ધારક માનવાની જરૂર રહેતી નથી.
ઉત્થાન :
અવતરણિકામાં ઉદયનાચાર્યે કહેલ અનુમાનથી બ્રહ્માંડાદિના ધારક પ્રયત્નના આશ્રયપણાથી જગત્કર્તાની સિદ્ધિ બતાવી, અને તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રીએ બતાવ્યું કે ધૃતિ આદિ ધર્માદિજન્ય છે, માટે ધૃતિ આદિના આશ્રયપણાથી ઈશ્વરને જગત્કર્તા માનવાની જરૂર નથી. ત્યાં પ્રશ્ન થાય કે બ્રહ્માંડાદિની કૃતિ પ્રસિદ્ધ છે. તે ઈશ્વરના પ્રયત્નથી જન્ય છે કે ધર્માદિથી જન્ય છે, તે કેમ નક્કી થાય ? તેથી ઈશ્વરના પ્રયત્નથી બ્રહ્માંડાદિની ધૃતિ સ્વીકારવામાં શું દોષો આવે છે, તે બતાવીને લાધવથી ધર્માદિને બ્રહ્માંડાદિના ધારક સ્વીકારવા ઉચિત છે, તે બતાવે છે
ટીકા :
किञ्च प्रयत्नवदीश्वरसंयोगमात्रस्य धारकत्वेऽतिप्रसंगः, धारणानुकूलप्रयत्नवदीश्वरसंयोगस्य धारणावच्छित्रेश्वरप्रयत्नस्यैव वा तत्त्वे स एव दोषः । यदि च स्वजनकवृत्तिधारणावच्छिन्नविशेष्यताया धारणाऽवच्छिन्नविशेष्यताया एव वा धारकतावच्छेदकसंबन्धत्वमभ्युपगम्यते तदभ्युपगमे च तद्ज्ञानेच्छयोरपि धारकत्वापत्तौ गौरवात् लाघवाद्धर्मस्यैव धारकत्वौचित्यम् । तदिदमुच्यते
“निरालंबा निराधारा विश्वाधारा वसुन्धरा । યવ્વાવતિષ્ઠતે તત્ર ધર્માવન્યત્ર ારગમ્” ।। (થોળશાસ્ત્ર-૪/૮) કૃતિ ।
Jain Education International
For Private & Personal Use Only
-
www.jainelibrary.org