________________
૮૬
જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/શ્લોક-૧૨ અહીં પૂર્વપક્ષી કહે કે અન્યત્વને કાર્યતાઅવચ્છેદક કોટીમાં પ્રવેશ કરાવીશું તો નિત્યકૃતિ સ્વીકારી શકાશે. તેના નિરાકરણ માટે ગ્રંથકારશ્રી હેતુ કહે છે - જવ્યત્વને કાર્યતાઅવચ્છેદક કોટીમાં પ્રવેશ કરવામાં ગૌરવ છે.
અહીં પૂર્વપક્ષી કહે કે અન્યત્વને કાર્યતાઅવચ્છેદક કોટીમાં પ્રવેશ કરાવવામાં જે ગૌરવની પ્રાપ્તિ છે તે ફલમુખ છે માટે દોષરૂપ નથી. તેના નિરાકરણ માટે ગ્રંથકારશ્રી હેતુ જણાવે છે –
ફલમુખ એવા પણ તેનું ગૌરવદોષનું, કોઈક સ્થાનમાં દોષપણું છે=જે સ્થાનમાં વિરોધી વચનોની પ્રાપ્તિ હોય તે સ્થાનમાં દોષપણું છે.
અહીં પ્રશ્ન થાય કે જે ગૌરવ ફલમુખ હોય તેને દોષરૂપ કેમ સ્વીકારી શકાય ? તેથી તે ગૌરવને દોષરૂપે સ્વીકારવામાં વિરોધી શ્રુતિના વચનને બતાવે છે –
નિત્યવિજ્ઞાનમાનન્દ ત્રા” (. મા. ૩. ૩/૧/૨૮) એ પ્રકારની શ્રુતિથી નિત્યજ્ઞાનની સિદ્ધિ થવા છતાં પણ નિત્ય ઈચ્છા અને નિત્યકૃતિની અસિદ્ધિ છે, તેથી ફલમુખ ગૌરવ દોષરૂપ છે, એમ અવય છે. આથી જ= નિત્યવિજ્ઞાન માનવં બ્રહ્મ” એ પ્રકારની શ્રુતિથી જ, ઈશ્વરમાં નિત્યસુખની સિદ્ધિનો પ્રસંગ હોવાથી, અને “ઘ' શબ્દથી ‘ઈશ્વરમાં નિત્યજ્ઞાનની સિદ્ધિનો પ્રસંગ હોવાથી, નિત્યવિજ્ઞાનવાળા અને નિત્ય આનંદવાળા ઈશ્વર છે. એ અર્થ પ્રાપ્ત થાય છે. તેથી ટીકામાં ‘સિદ્ધિપ્રસાત્િ' પછી 'નિત્યવિજ્ઞાન અને નિત્ય આનંદવાળા ઈશ્વર છે' એ અધ્યાહાર છે. આનાથી શું ફલિત થાય છે ? તે બતાવે છે –
તે કારણથી “નિત્યવિજ્ઞાનમાર્જ ત્રા” એ પ્રકારની કૃતિથી ઈશ્વરમાં નિત્યજ્ઞાન અને નિત્યસુખ સિદ્ધ થાય છે, તે કારણથી, ઉક્ત શ્રુતિ પણ “નિત્યવિજ્ઞાનમાનન્દ ” એ પ્રકારની ઉક્ત શ્રુતિ પણ, નિત્યજ્ઞાન અને નિત્યસુખના આશ્રયપણાથી ધ્વસ્તદોષરૂપે જ ઈશ્વરના મહત્ત્વને જણાવે છે, એ પ્રમાણે સ્થિત છે એ પ્રમાણે પદાર્થ વ્યવસ્થિત છે.
તિ=મૂળ શ્લોકમાં રહેલ “તિ' શબ્દ કૃત્યાદિ જગત્કર્તામાં પ્રમાણ નથી, તે કથનની સમાપ્તિ સૂચક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org