________________
જિનમહત્ત્વદ્વાચિંશિકા/શ્લોક-૧૦ તેના બળથી ક્ષિતિ આદિનો કર્તા બીજો કોઈ દેખાતો નથી, માટે તેનો કર્તા ઈશ્વર છે, એમ કહીને ઈશ્વરને જગતના કર્તા તરીકે સ્વીકારે છે. વસ્તુતઃ સર્વ કાર્ય પ્રત્યે કર્તા હેતુ છે, તેમ માનવામાં કોઈ પ્રમાણ નથી.
કેમ પ્રમાણ નથી ? તેમાં ગ્રંથકારશ્રી યુક્તિ બતાવે છે -- કાર્યરૂપ ઘટાદિમાં કર્તાથી પ્રયોજ્ય એવી જાતિવિશેષ જ દેખાય છે. તે જાતિવિશેષ ક્ષિતિ-મેરુ આદિમાં રહેતી નથી અને ઘટાદિમાં રહે છે, અને આ જાતિવિશેષ કર્તુજન્યતાવચ્છેદક છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે કુંભારાદિ ઘટાદિ કાર્યો કરે છે, તે ઘટાદિ કાર્યો કર્તુજન્ય છે, અને તે સર્વ કાર્યોમાં કજન્યતા છે; અને આ કર્તુજન્યતા જ્યાં
જ્યાં કોઈ કરનાર દેખાય છે, તેવા ઘટ, પટ, મઠ આદિ પદાર્થોમાં છે, પરંતુ ક્ષિતિ-મેરુ આદિ પદાર્થોમાં કર્તુજન્યતા નથી. તેથી અનુભવથી જે જે કાર્યો કર્તુજન્ય છે, તે સર્વમાં કર્તુજન્યતા છે; અને જે જે ક્ષિતિ-મેરુ આદિ કાર્યો કજન્ય નથી તેમ દેખાય છે, તે સ્થાનમાં કણ્વજન્યતા નથી. તેથી એ ફલિત થાય કે ક્ષિતિ-મેરુ આદિ પદાર્થોને છોડીને જેટલાં કાર્યો કોઈક પુરુષના પ્રયત્નથી જન્ય છે, તે સર્વમાં કર્નજન્યતા છે, અને તેની અવચ્છેદક એવી જાતિવિશેષ કર્તુજન્ય પદાર્થોમાં દેખાય છે, અન્યત્ર દેખાતી નથી. તેને જ આશ્રયીને “આ કાર્ય સકર્તક છે અને આ કાર્ય સકર્તક નથી,’ એ પ્રકારનો વ્યવહાર વ્યુત્પન્ન પુરુષ કરે છે. તેથી વ્યુત્પન્ન પુરુષના વ્યવહારથી એ નક્કી થાય છે કે ઘટાદિ કેટલાંક કાર્યો કર્તુજન્ય છે અને ક્ષિતિ-મેરુ આદિ કેટલાંક કાર્યો કર્તુજન્ય નથી.
અહીં પ્રશ્ન થાય કે કાર્યસામાન્ય પ્રતિ કર્તાને કારણ માનવામાં કોઈ દોષ ન હોય તો તે માનવું ઉચિત ગણાય; કેમ કે સામાન્ય કાર્યકારણભાવ માનવામાં લાઘવ છે, પરંતુ સામાન્ય કાર્યકારણભાવ માનતાં કોઈ દોષ જણાય તો જ વિશેષ કાર્યકારણભાવ માનવો ઉચિત ગણાય. તેથી પ્રસ્તુતમાં કાર્યસામાન્ય પ્રતિ કર્તા સામાન્ય કારણ માનવું સંગત બનશે. એ પ્રકારની તૈયાયિકની શંકાનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
વ્યાપ્યધર્મ વડે વ્યાપકધર્મની અન્યથાસિદ્ધિ હોવાને કારણે તદવચ્છિન્નમાં જ=વ્યાપ્ય ધર્માવચ્છિન્નમાં જ, કર્તુત્વેન કર્તાનું હેતુપણું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org