________________
૬૬
જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/બ્લોક-૧૦ અહીં પ્રશ્ન થાય કે કૃતિઅવ્યવહિતોત્તરત એ જાતિરૂપ ધર્મ નથી. તેથી તે કર્તુજન્યતાની સાથે સમનિયત કેવી રીતે બનશે ? તેનું સમાધાન એ છે કે કૃતિત્વ એ જાતિરૂપ ધર્મ છે, તેના દ્વારા સર્વ કૃતિનો સામાન્યથી ગ્રહ થશે, અને તિઅવ્યવહિતોત્તર જે કોઈપણ કાર્ય છે તેમાં કૃતિઅવ્યવહિતોત્તરત્વ ધર્મ કૃતિત્વના બળથી ઉપસ્થિત થશે. માટે કોઈ દોષ નહીં આવે.
આ રીતે કૃતિઅવ્યવહિતોત્તરવરૂપે અને કર્તુત્વરૂપે કાર્યકારણભાવ સ્થાપન કર્યો. આમ છતાં કૃતિઅવ્યવહિત ઉત્તરત્વ જાતિ નહીં હોવાથી કાર્યકારણભાવની ઉપસ્થિતિમાં પ્રથમ કૃતિત્વ જાતિ દ્વારા સર્વ કૃતિઓની ઉપસ્થિતિ કરવી પડશે, અને ત્યાર પછી કૃતિના અવ્યવહિત ઉત્તર જે કોઈ કાર્યો છે, તેની ઉપસ્થિતિ કરવી પડશે, અને ત્યાર પછી કૃતિઅવ્યવહિતોત્તરત્વેન અને કર્તુત્વન કાર્યકારણભાવનો બોધ થશે. તેથી ઉપસ્થિતિકૃત ગૌરવ ટાળવા માટે સંબંધની કુક્ષિમાં ગૌરવનો પ્રવેશ કરાવીને કાર્યકારણભાવ બતાવે છે.
અથવા તો પરંપરા સંબંધથી કૃતિત્વને કર્તુજન્યતાવચ્છેદક માની લેવાથી કોઈ દોષ આવશે નહીં.
આશય એ છે કે કૃતિ=કાર્યાનુકૂળ વ્યાપાર, સમવાય સંબંધથી કર્તામાં રહે છે, અને કૃતિત્વ સમવાય સંબંધથી કૃતિમાં રહે છે અને પરંપરા સંબંધથી કાર્યમાં રહે છે; અને કાર્ય કર્તુજન્ય છે, માટે કાર્યમાં કર્તુજન્યતા રહે છે, અને પરંપરા સંબંધથી સ્વસમવાયીજન્યતા સંબંધથી અર્થાત્ સ્વકૃતિત્વ, એનો સમવાયી કૃતિ છે અને કૃતિથી જન્ય કાર્ય છે, માટે કૃતિજન્ય કાર્યમાં કૃતિજન્યતા છે. તેથી કૃતિથી અન્ય કાર્યમાં પ્રસ્તુત સંબંધથી કૃતિત્વ રહે છે અને તે કર્તુજન્યતાવચ્છેદક બને છે, અને આમ માનવાથી ક્ષિતિ આદિમાં કૃતિત્વની ઉપલબ્ધિ નહીં થવાથી ઈશ્વરની સિદ્ધિ થશે નહિ. સંક્ષેપ - (૧) ધ્વસ્તદોષથી મહત્ત્વ સિદ્ધ થવાથી ઈશ્વર કર્તા નથી. (૨) જગત્કર્તાની ક્યાંય સિદ્ધિ નથી. (૩) અનુમાનથી પણ જગત્કર્તા એવા ઈશ્વરની સિદ્ધિ નથી. પ૧ ના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org