________________
જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/બ્લોક-૧૦
ઉપ જાતિસાંકર્ય પણ જાતિબાધક નથી, એ વાત તમારા જ નવ્યર્નયાયિકોએ જણાવી છે, અને નયની દૃષ્ટિથી તે વાત ગ્રંથકારશ્રીને પણ માન્ય છે. માટે જાતિસાંકર્ય જાતિબાધક ન હોવાથી ક્ષિતિ-મેરુ આદિ વ્યાવૃત્તજાતિવિશેષ માનવામાં કોઈ દોષ નથી.
અહીં કોઈ પ્રશ્ન કરે કે જે નૈયાયિકો જાતિમાં કર્યને દોષરૂપ માને છે. તેમના મતમાં આ ક્ષિતિ-મેરુ આદિ વ્યાવૃત્તજાતિવિશેષ સિદ્ધ થશે નહીં, અને તે નથી આપણે પણ જોઈએ તો ક્ષિતિ-મેરુ આદિ વ્યાવૃત્તજાતિવિશેષ સિદ્ધ થાય નહીં. તેથી કર્તજ તાવચ્છેદક સામાન્ય માનવું પડે અર્થાત્ કાર્ય–ાવચ્છિન્ન પ્રતિ કર્તુત્વેન સામાન્ય કાર્યકારણભાવ માનવો પડે. તેથી ઈશ્વરની સિદ્ધિ થઈ જશે. તેના સમાધાનરૂપે ગ્રંથકારશ્રી કહે છે –
‘ઝાનિક'..... અને કાલિક સંબંધથી ઘટત્વપટવાદિમસ્વરૂપ કાર્યત્વનું નાનાપણું હોવાથી તે કાર્યત્વ કર્તુજન્યતાવચ્છેદક બની શકશે નહિ. આથી કૃતિઅવ્યહિતઉત્તરત્વનું અથવા પરંપરા સંબંધથી કૃતિત્વનું જ કર્તુજન્યતા-વચ્છેદકપણાનું ઉચિતપણું છે.
તાત્પર્ય એ છે કે નૈયાયિકો કાર્યત્વને જાતિ તરીકે માનતા નથી; કેમ કે તેમના મતમાં કાર્યત્વને જાતિ માનવામાં જાતિબાધક કોઈક છે. તેથી તેઓ કાર્યત્વને કાલિક સંબંધથી ઘટત્વપટવાદિમસ્વરૂપ માને છે=જે કાળમાં ઘટ ઉત્પન્ન થાય છે, તે કાળમાં સમવાય સંબંધથી ઘટમાં ઘટત્વ સંબદ્ધ થાય છે. તેથી તે ઘટ કાલિક સંબંધથી ઘટતવાન બને છે, અને આવો ઘટત્વવત્ ઘટ કાર્ય છે. માટે તેમાં રહેલું ઘટત્વવત્ત્વ એ કાર્યત્વ છે, અને આવાં કાર્યો જગતમાં અનેક છે. માટે આવું કાર્યત્વ અનેકરૂપે થશે. તેથી તે કજન્યતાનો અવચ્છેદક માની શકાશે નહીં. પરંતુ કૃતિના અવ્યવહિત ઉત્તરમાં કાર્ય ઉત્પન્ન થાય છે, તેથી કાર્ય કૃતિ અવ્યવહિત ઉત્તરવર્તી હોય છે અર્થાત્ કુંભાર કૃતિ કરે તે ઉત્તરકાળમાં ઘટ કાર્ય ઉત્પન્ન થાય છે, વણકર કૃતિ કરે તે ઉત્તરકાળમાં પટ કાર્ય ઉત્પન્ન થાય છે. આમ ઘટ-પટ વગેરે કાર્ય કૃતિઅવ્યવહિતોત્તર હોય છે. તેથી ઘટાદિમાં રહેલું કૃતિઅવ્યવહિતોત્તરત્વ કર્તજ તાવચ્છેદક બની શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org