________________
જિનમહત્ત્વદ્વાચિંશિકા/શ્લોક-૧૧
૭૧ છે અર્થાત્ તૈયાયિકના મત પ્રમાણે ગુણ સાશ્રય હોય તેવી વ્યાપ્તિમાં કોઈ પ્રમાણ નથી; કેમ કે ક્ષણમાત્રની જેમ સદા પણ કોઈ ગુણના અનાશ્રયની અવસ્થિતિનું કહેવું શક્ય છે. [૧૧] ભાવાર્થ -
કાર્ય પ્રત્યે કર્તપણાથી કર્તાને હેતુરૂપે તૈયાયિક સ્વીકારે છે. તે પ્રમાણે સ્વીકારવામાં આવે તો કાર્ય પ્રત્યે જ્ઞાતૃપણાથી પણ કર્તાને હેતુ માનવો પડે; કેમ કે કર્તા જેમ કૃતિ દ્વારા કાર્ય કરે છે, માટે કાર્ય પ્રત્યે કર્તાને હેતુ સ્વીકારવામાં આવે છે; તેમ કાર્ય કરનાર વ્યક્તિને કાર્ય કેમ કરવું તેનું જ્ઞાન છે તેથી તે કાર્ય કરી શકે છે, માટે કાર્ય કરનાર વ્યક્તિ જ્ઞાતૃપણાથી કાર્ય પ્રત્યે હેતુ છે, તેમ માનવું પડે.
તેથી એ ફલિત થાય કે કાર્ય પ્રત્યે કર્તા કર્તુત્વથી હેતુ છે અને કાર્ય પ્રત્યે કર્તા જ્ઞાતૃત્વથી પણ હેતુ છે; અને તેમ સ્વીકારીએ તો અનેક કાર્યકારણભાવની કલ્પના કરવી પડે, અને તે કલ્પના પ્રામાણિક નથી. વસ્તુતઃ કાર્ય પ્રત્યે કર્તાની કૃતિ હેતુ છે, પરંતુ કર્તુત્વથી કર્તા હેતુ નથી; અને કાર્ય પ્રત્યે કૃતિને હેતુ સ્વીકારીએ તો એ ફલિત થાય કે જ્યાં જ્યાં કર્તાની કાર્યને અનુકૂળ કૃતિ દેખાય છે ત્યાં ત્યાં કાર્ય થાય છે. માટે જે સ્થાનમાં કૃતિથી કાર્ય થાય છે, તે સ્થાનમાં કાર્ય પ્રત્યે કૃતિને હેતુ માની શકાય, અને જે સ્થાનમાં કોઈની કૃતિ વગર કાર્ય થતું દેખાય છે, તે સ્થાનમાં કોઈની કૃતિ કારણ નથી, પરંતુ નૈસર્ગિક રીતે કાર્ય થાય છે, તેમ સ્વીકારી શકાય. તેના બદલે કાર્ય પ્રત્યે કર્તાને કર્તુત્વરૂપે હેતુ સ્વીકારીને સર્વ કાર્ય પ્રત્યે કોઈ કર્તા છે, તેમ માનીને, જ્યાં કોઈ કર્તા દેખાતો નથી, એ સ્થાનમાં ઈશ્વરને કર્તા માનવો તે ઉચિત નથી; પરંતુ જે સ્થાનમાં કૃતિથી કાર્ય થાય છે તે સ્થાનમાં કર્તાની કૃતિ કારણ છે, અને જે સ્થાનમાં કોઈની કૃતિ વગર કાર્ય થાય છે, ત્યાં નૈસર્ગિક કાર્ય છે, તેમ માનવું ઉચિત છે.
આ પ્રકારે કર્તુત્વેન કર્તાને કાર્ય પ્રત્યે હેતુ સ્વીકારવામાં દોષ બતાવ્યો. તેથી નૈયાયિક કહે કે ઘટરૂપ કાર્ય અને ઘટના ઉપાદાનનું પ્રત્યક્ષ એ બે વચ્ચે કાર્યકારણભાવ દેખાય છે, અને તે પ્રમાણે સામાન્યથી કાર્યકારણભાવ સ્વીકારીએ તો કોઈ વ્યભિચારની ઉપસ્થિતિ નથી અર્થાત્ જેમ ઘટ બનાવનારને ઘટકાર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org