________________
૬૮
જિનમહત્ત્વદ્વાચિંશિકા/શ્લોક-૧૧ બ્લોક –
कर्तृत्वेन च हेतुत्वे ज्ञातृत्वेनापि तद् भवेत् ।
ज्ञानस्यैव च हेतुत्वे सिद्धे न: सिद्धसाधनम् ।।११।। અન્વયાર્થ :
નૃત્વે ર હેતુત્વે અને કર્તપણા વડે કર્તાનું હેતુપણું માને છતે કર્તાનું કાર્ય પ્રતિ હેતુપણું માને છતે જ્ઞાતૃત્વેનાપિ જ્ઞાતૃત્વથી પણ તલ્ ભવે–તે થાયaહેતુપણું થાયઃકર્તાનું હેતુપણું માનવું પડે. જ્ઞાનાયે ૨ હેતુત્વે સિદ્ધ= અને જ્ઞાનનું જ હેતુપણું સિદ્ધ થયે છતે નઃ સિદ્ધનાથનઅમને સિદ્ધ સાધન છે અમને માન્ય એવા પદાર્થની જ સિદ્ધિ થશે. ૧૧ા. શ્લોકાર્ચ -
અને કર્તુત્વથી કર્તાનું હેતુપણું માને છતે જ્ઞાતૃત્વથી પણ કર્તા પ્રતિ કાર્યનું હેતુપણું થાય, અને જ્ઞાનનું જ હેતુપણું સિદ્ધ થયે છતે અમને સિદ્ધ સાધન છે. ||૧૧||
અહીં અવતરણિકાના કથનથી એ પ્રશ્ન થાય કે જન્યસત્ત્વને જ કર્તૃકાર્યતાવચ્છેદક માનવું ઉચિત છે, એમ જે કહ્યું, તેના નિરાકરણરૂપે જો આ બ્લોક કહેવામાં આવ્યો છે, તો જન્યસત્ત્વ કર્તૃકાર્યતાવચ્છેદક નથી, તેમ સિદ્ધ કરવું જોઈએ. તેના બદલે “કર્તુત્વથી કર્તાને હેતુ માનશો તો જ્ઞાતૃત્વથી પણ કર્તાનું હેતુપણું થશે.” એમ શ્લોકમાં કહ્યું. તેથી અવતરણિકાનું કથન અને
શ્લોકનું કથન કેવી રીતે સંગત થશે ? એમ સામાન્યથી જોતાં લાગે. પણ વિશેષ વિચાર કરતાં એ જણાય છે કે જ્યારે જન્યસત્ત્વને કર્તૃકાર્યતાવચ્છેદક માનીએ તો જન્યકાર્ય પ્રતિ કર્તુત્વથી કર્તાહેતુ પ્રાપ્ત થાય છે, કેમ કે જન્યસત્ત્વ અને કર્તૃકાર્યતા સમનિયત છે. તેથી કાર્યમાત્ર પ્રતિ કર્તુત્વથી હેતુપણું સિદ્ધ થશે; અને કર્તુત્વથી કાર્યમાત્ર પ્રત્યે કર્તાને હેતુ સ્વીકારીએ તો ઈશ્વરની સિદ્ધિ થાય, અને તે ઉચિત નથી. તે બતાવવા માટે શ્લોકમાં બતાવ્યું કે જો કાર્યમાત્ર પ્રત્યે કર્તીપણાથી કર્તાને હેતુ માનશો તો જ્ઞાતૃપણાથી પણ કર્તાને હેતુ માનવો પડે, અને તેમ સ્વીકારી શકાય નહીં. માટે ઈશ્વરની જગતુકર્તા તરીકે સિદ્ધિ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org