________________
જિનમહત્ત્વદ્વાત્રિંશિકા/શ્લોક-૧૧ અવતરણિકા :
द्रव्यजन्यतावच्छेदकतया सिद्धं जन्यसत्त्वमेव कर्तृकार्यतावच्छेदकं भविष्यतीत्यत
आह
-
અવતરણિકાર્ય :
નૈયાયિક કહે છે કે દ્રવ્યજન્યતાવચ્છેદકપણા વડે સિદ્ધ એવું જન્મસત્ત્વ જ કર્તૃનિરૂપિત કાર્યતાનો અવચ્છેદક થશે. એથી ગ્રંથકારશ્રી કહે છે
ભાવાર્થ:
જગતમાં કાર્યો દ્રવ્યરૂપ, ગુણરૂપ અને ક્રિયારૂપ છે, અને આ ત્રણેનું સમવાયી કારણ દ્રવ્ય છે, માટે એ બધાં કાર્યો દ્રવ્યથી જન્ય છે. તેથી એ બધાં કાર્યોમાં દ્રવ્યજન્યતા છે. તે દ્રવ્યજન્યતાના અવચ્છેદકપણા વડે જન્યસત્ત્વ સિદ્ધ છે; કેમ કે જન્યસત્ત્વ કાર્યમાત્રમાં છે, અને કાર્યમાત્ર દ્રવ્યથી જન્ય છે, માટે દ્રવ્યજન્યતા અને જન્યસત્ત્વ સમનિયત છે. તેથી દ્રવ્યજન્યતાના અવચ્છેદકપણાથી જન્યસત્ત્વ સિદ્ધ છે. આથી કર્તૃજન્યતાઅવચ્છેદક=કર્તૃકાર્યતાવચ્છેદક, ક્ષિતિમેર્વાદિવ્યાવૃત્તજાતિવિશેષને બદલે જન્યસત્ત્વને માનીએ તો નવા પદાર્થની કલ્પનાનો પ્રસંગ આવતો નથી અર્થાત્ ક્ષિતિમેર્વાદિવ્યાવૃત્તજાતિવિશેષરૂપ નવા પદાર્થની કલ્પનાનો પ્રસંગ આવતો નથી. તેથી કલ્પનાકૃત ગૌરવદોષ પ્રાપ્ત થતો નથી, પરંતુ લાઘવની પ્રાપ્તિ છે. માટે જન્યસત્ત્વને કર્તૃકાર્યતાવચ્છેદક માનવું ઉચિત છે; અને તેમ માનવાથી સર્વ કાર્યોમાં જન્મસત્ત્વ છે, તે જ કર્તૃકાર્યતાવચ્છેદક બનશે. તેથી બધાં જ કાર્યો કર્તુજન્ય છે, તેમ સિદ્ધ થઈ શકશે; અને સર્વ કાર્ય કર્તુજન્ય છે તેમ સિદ્ધ થાય તો, ક્ષિતિ આદિ કાર્યોનો કર્તા કોઈ દેખાતો નથી માટે ક્ષિતિ આદિ કાર્યો પ્રત્યે ઈશ્વર કર્તા સિદ્ધ થશે, એમ નૈયાયિક કહે છે. તેના નિવારણ માટે કાર્યમાત્ર પ્રત્યે કર્તૃત્વેન કર્તાનું હેતુપણું અસંગત છે, તેમ પ્રસ્તુત શ્લોકમાં ગ્રંથકારશ્રી બતાવે છે
૬૭
--
Jain Education International
અથવા શ્લોક-૧૦માં કૃતિત્વને કર્તુજન્યતાવચ્છેદક તરીકે માનવું ઉચિત છે, તેમ સિદ્ધ કર્યું, તે વાતને પુષ્ટ કરતાં જન્યસત્ત્વને કર્યુજન્યતાવચ્છેદક માનવામાં શું દોષ છે ? તે પ્રસ્તુત શ્લોકમાં કહે છે. તેથી એ સિદ્ધ થશે કે કર્તૃનિરૂપિત કાર્યતાનું અવચ્છેદક જન્યસત્ત્વ માની શકાશે નહિ, પરંતુ કૃતિત્વને અવચ્છેદક માનવું યુક્તિયુક્ત છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org