________________
૧૦
જિનમહત્વદ્ધાત્રિશિકા/સંકલના માટે ભગવાન મહાન છે, તેમ કહી શકાય નહીં. આ કથન ભગવાન ઋષભદેવને સામે રાખીને કરેલ છે; કેમ કે ઋષભદેવ પરમાત્માએ લોકોને શિલ્પકળાઓ વગેરે શીખવાડીને લોકવ્યવસ્થા સ્થાપન કરી તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે કે ભગવાને મોહવશ પુત્રાદિને રાજ્યાદિ આપ્યાં નથી કે લોકોને શિલ્પાદિ કળાઓ શીખવી નથી, પરંતુ લોકોના અધિક અનર્થોના નિવારણના ઉપાયરૂપે પુત્રાદિને રાજ્યાદિ આપ્યાં છે અને લોકોને શિલ્પાદિ કળાઓ શીખવાડી છે. માટે ભગવાને સમયોચિત રાજ્યાદિ આપ્યાં અને શિલ્પાદિ કળાઓ શીખવી તેનાથી પણ ભગવાન મહાન છે તેમ સિદ્ધ થાય છે.
બૌદ્ધદર્શનના અનુયાયીઓ કહે છે કે “બુદ્ધ ભગવાનનું ચિત્ત બીજાઓના પરોપકારવાળું અને બીજાઓનાં પાપો પોતે પ્રાપ્ત કરે તેવા ઉદાર આશયવાળું છે, માટે બુદ્ધ ભગવાન મહાન છે, વીર ભગવાન મહાન નથી.” તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે કે સંપૂર્ણ નિરવદ્યભાવરૂપ સામાયિકનો પરિણામ ભગવાનમાં હતો, માટે ભગવાન મહાન છે. આમ બતાવીને ગ્રંથકારશ્રી સ્થાપન કરે છે કે મોક્ષના અનન્ય ઉપાયભૂત સામાયિકનો પરિણામ જ પ્રાપ્ત કરવા યોગ્ય છે, અને તે પરિણામ ભગવાનમાં હતો માટે ભગવાન મહાન છે; અને સામાયિકના પરિણામવાળા ભગવાનની ઉપાસના કરવાથી આપણે પણ તેમના જેવા ઉત્તમ થઈ શકીએ છીએ કે જેથી આપણા આ સંસારનો અંત પ્રાપ્ત થાય. તેના બદલે બોધિસત્ત્વ જેવા વિકલ્પોવાળા કુશળચિત્તથી ભગવાનને મહાન ગણવામાં આવે અને તેમની ઉપાસના કરવામાં આવે તો તે ઉપાસના બોધિસત્ત્વ જેવા કુશળચિત્તનું કારણ બનવા છતાં મોક્ષનું કારણ બને નહીં. માટે ઉપાસ્ય એવા ભગવાનનું સ્વરૂપ તો સામાયિકના પરિણામથી મહાન છે, પરંતુ બોધિસત્ત્વ જેવા કુશળચિત્તથી નહીં, તે શ્લોક-૨૩ થી ૨પમાં બતાવેલ છે.
વળી આ બોધિસત્ત્વનું કુશળચિત્ત મોહથી અનુગત છે. તેથી સરાગસંયમી આદિ ઉપાસકો જેવું હોવા છતાં, સર્વ વિકલ્પોથી પર એવા સામાયિકના પરિણામ જેવું મહાન નથી, તે શ્લોક-રપમાં બતાવેલ છે.
વળી કેટલાક બૌદ્ધદર્શનકારો કહે છે કે બુદ્ધનું પોતાનું માંસ ખાનારા એવા વાઘ આદિને પણ ઉપકારી માનનાર બુદ્ધનું ચિત્ત શ્રેષ્ઠ છે, માટે વીર ભગવાન કરતાં બુદ્ધ ભગવાન મહાન છે. તેને ગ્રંથકારશ્રી કહે છે કે વાઘ આદિને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org