________________
જિનમહત્ત્વદ્વાત્રિંશિકા/મ્લોક-૯
૫૩
તારતમ્યતાવાળી હાનિનું પ્રતિયોગિત્વ છે, તેના દોષ અને આવરણમાં નિઃશેષ હાનિનું પ્રતિયોગિત્વ નથી, પરંતુ અન્યના દોષ અને આવરણમાં તારતમ્યતાવાળી હાનિનું પ્રતિયોગિત્વ છે. તેથી સાધ્ય અને હેતુની એક દેશમાં અપ્રાપ્તિ છે. માટે જેમ પૂર્વ દિશામાં દેખાતા ધૂમથી પશ્ચિમ દિશામાં વહ્નિની અનુમિતિ થઈ શકે નહીં, તેમ તારતમ્યહાનિપ્રતિયોગિત્વરૂપ હેતુથી નિઃશેષહાનિપ્રતિયોગિત્વની સિદ્ધિ થઈ શકે નહીં, તે બતાવવા માટે પક્ષનું વિવેચન કરીને બાધ અને અસિદ્ધિદોષ બતાવેલ છે.
આ રીતે પૂર્વના અનુમાનમાં પક્ષના વિવેચનની આવશ્યકતા ઊભી થવાથી બાધ અને અસિદ્ધિદોષ આવે છે, જેના નિવારણ માટે કોઈ વ્યક્તિ અનુમાનનો આકાર બીજી રીતે કરે છે. તેને બતાવીને તેમાં પણ દોષ કઈ રીતે આવે છે, તે બતાવે છે.
-
ન ધ વાચ્યું કોઈ આ રીતે અનુમાન કરે કે વર્તમાનમાં કોઈક સાધક વ્યક્તિ છે, તેના દોષ અને આવરણને અમે પક્ષ કરીશું, અને તેમાં નિઃશેષહાનિપ્રતિયોગિજાતિયત્વને સાધ્ય બનાવીશું, અને તારતમ્યવાળી હાતિપ્રતિયોગિત્વને હેતુ કરીશું અને સંપ્રતિપક્ષ સુવર્ણમળને દૃષ્ટાંત કરીશું, તેથી કોઈ દોષ આવશે નહીં. તે આ રીતે
-
સર્વજ્ઞ અને વીતરાગના દોષ અને આવરણની નિઃશેષ હાનિ છે. તેના પ્રતિયોગી સર્વજ્ઞ અને વીતરાગના દોષો અને આવરણો છે, અને તેમાં રહેલી જે દોષત્વ અને આવરણત્વ જાતિ છે, તદ્નાતિય જ સાધક આત્મામાં રહેલા દોષો અને આવરણો છે. તેથી સાધક આત્મામાં રહેલ દોષ અને આવરણમાં નિઃશેષહાનિપ્રતિયોગિજાતિયત્વરૂપ સાધ્યને સ્વીકારવામાં હેતુ અને સાધ્ય એકાધિકરણ પ્રાપ્ત થશે; કેમ કે સાધક વ્યક્તિમાં સાધનાથી દોષ અને આવરણની તારતમ્યતાથી હાનિ પ્રાપ્ત થાય છે. તેથી તેઓના દોષ અને આવરણ ‘તારતમ્યવદ્’ હાનિના પ્રતિયોગી છે. તેથી સાધક આત્મામાં રહેલા દોષ અને આવરણમાં તારતમ્યહાનિપ્રતિયોગિત્વરૂપ હેતુની પ્રત્યક્ષથી સિદ્ધિ છે અને તેના દ્વારા સાધક આત્મામાં રહેલા દોષ અને આવરણમાં નિઃશેષહાનિપ્રતિયોગિજાતિયત્વની અનુમાનથી સિદ્ધિ થશે; અને આ અનુમાનની સંગતિ કરવા માટે સુવર્ણમળના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org