________________
પક
જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/શ્લોક-૯ નિઃશેષક્ષીયમાણવૃત્તિત્વ પ્રાપ્ત થાય છે અને દેશતઃક્ષીયમાણવૃત્તિજાતિત્વ પણ પ્રાપ્ત થાય છે. તે આ રીતે --
જેમના દોષો અને આવરણો સંપૂર્ણ ક્ષય પામી રહ્યા છે, તેમના દોષો અને આવરણો નિ:શેષ ક્ષીયમાણ છે અને તેમાં વૃત્તિ દોષત્વ અને આવરણત્વ છે. તેથી દોષત્વ અને આવરણત્વ જાતિમાં નિઃશેષક્ષીયમાણવૃત્તિત્વ પ્રાપ્ત થશે, તથા સાધક એવા છમ0ના દોષો અને આવરણો દેશથી ક્ષીયમાણ દેખાય છે, તેમાં પણ દોષત્વજાતિ અને આવરણત્વજાતિ વૃત્તિ છે. માટે દોષત્વજાતિમાં અને આવરણત્વજાતિમાં દેશથી ક્ષીયમાણવૃત્તિજાતિત્વરૂપ હેતુની પ્રાપ્તિ થશે. તેથી દોષત્વ અને આવરણત્વરૂપ પક્ષમાં સાધ્ય અને હેતુ બંને પ્રાપ્ત થશે, અને તેની વ્યાપ્તિનો ગ્રહ સુવર્ણમળત્વજાતિરૂપ દૃષ્ટાંતમાં પ્રાપ્ત થશે. તે આ રીતે -
જે સુવર્ણમળ નિઃશેષ ક્ષીયમાણ છે, તેમાં સુવર્ણમળત્વ જાતિ છે, અને જે દેશથી ક્ષીયમાણ છે, તેમાં પણ સુવર્ણમળત્વ જાતિ છે. તેથી જ્યાં જ્યાં દેશથી ક્ષીયમાણવૃત્તિજાતિત્વ હોય ત્યાં ત્યાં નિઃશેષક્ષીયમાણવૃત્તિત્વ હોય, એ પ્રમાણે અહીં=પ્રસ્તુત અનુમાનમાં, વ્યાપ્તિ છે. સારાંશ -
સમંતભદ્રાચાર્યએ અનુમાન કર્યું કે – “વવત્' ‘ોષાવરનિ:શેષના' ‘તશીયન' “યથા સ્વહેતુચ્ચો સ્વર્વાદરન્તર્મનક્ષય:'=કોઈક પુરુષમાં સંપૂર્ણ દોષ અને આવરણની હાનિ છે; કેમ કે સાધક આત્મામાં તરતમતાની હાનિ દેખાય છે; અને તેમાં દૃષ્ટાંત બતાવ્યું કે સુવર્ણમાના ક્ષયના હેતુથી જેમ બાહ્ય અને અંતર્મળનો ક્ષય થાય છે, તેમ દોષ આવરણનો ક્ષય થાય છે.
આ અનુમાનમાં ‘ર્વાવત્' રૂપ પક્ષમાં સાધ્ય અને હેતુનું એકાધિકરણ નથી. તેથી સાધ્ય અને હેતુનું એકાધિકરણ કરવા માટે પ્રથમ અનુમાનનો આકાર આ પ્રમાણે આપ્યો : દોષ અને આવરણ નિઃશેષહાનિપ્રતિયોગિ છે; કેમ કે તારતમ્યવાળી હાનિનું પ્રતિયોગિપણું છે.
આ અનુમાનથી સાધ્ય અને હેતુ દોષ અને આવરણરૂપ એક પક્ષમાં પ્રાપ્ત થયા, તોપણ અનુમાનના એક દેશમાં સાધ્યની પ્રાપ્તિ થઈ અને અન્ય દેશમાં હેતુની પ્રાપ્તિ થઈ. તેથી બાધ અને અસિદ્ધિદોષની પ્રાપ્તિ થઈ. તેના નિવારણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org