________________
૩૬
જિનમહત્ત્વદ્વાચિંશિકા/શ્લોક-૭ વીતરા સ્થવસિદ્ધો .. અને વીતરાગતી જ અસિદ્ધિ હોતે છતે પરને આશ્રયાસિદ્ધિ છેeતૈયાયિકે કરેલ અનુમાનમાં તૈયાયિકને વીતરાગરૂપે કોઈ પુરુષ અભિમત નથી. તેથી હેતુના આશ્રયરૂપ વીતરાગની અસિદ્ધિ છે, તેથી અનુમાન થઈ શકે નહીં; અને તેની સિદ્ધિ થયે છતે વીતરાગરૂપ પક્ષની સિદ્ધિ થયે છતે, ધર્મીગ્રાહકમાનથી તેના મહત્વની વીતરાગના મહત્ત્વની, સિદ્ધિ થવાથી બાલદોષ છેeતૈયાયિકના અનુમાનમાં બાધદોષ છે, એ પ્રમાણે જાણવું. IIકા ભાવાર્થ - નિત્યનિર્દોષતા મહત્ત્વનિર્ણાયક નથી :
નૈયાયિક પોતાના ઈશ્વરને ત્રિકાળવર્તી નિર્દોષ માને છે, અને જૈનદર્શનની માન્યતા પ્રમાણે તીર્થકરો અનાદિશુદ્ધ નથી, તે ગ્રહણ કરીને તીર્થકરો મહાન નથી તે બતાવવા માટે તૈયાયિક અનુમાન કરે છે કે “જૈનોને અભિમત વીતરાગ મહાન નથી, કેમ કે વીતરાગમાં નિત્યનિર્દોષતાનો અભાવ છે.' આ પ્રમાણે કહીને તૈયાયિકને એ કહેવું છે કે સાધના કરીને જેઓ વીતરાગ થાય છે તેઓ મોક્ષમાં જાય છે, પરંતુ તેઓ મહાન નથી. મહાન તો ઈશ્વર છે અને ઈશ્વર સદા માટે શુદ્ધ છે, જ્યારે સાધના કરીને જેઓ વીતરાગ થાય છે, તેઓ સદા શુદ્ધ નથી=નિત્યનિર્દોષ નથી, માટે મહાન નથી.
આનાથી એ ફલિત થયું કે ગ્રંથકારશ્રીએ ભગવાનનું ત્રણ પ્રકારે મહત્ત્વ બતાવ્યું ઃ (૧) બાહ્ય સંપદાથી, (૨) અંતરંગ સંપદાથી અને (૩) સ્વભાવભેદથી. હવે નૈયાયિક કહે છે કે તેવા પણ ભગવાન વીતરાગ હોવા છતાં મહાને નથી; કેમ કે તે ભગવાનમાં નિત્યનિર્દોષતા નથી. ગ્રંથકારશ્રી તેનું નિરાકરણ કરતાં કહે છે, આ પ્રકારનું નૈયાયિકનું વચન દુષ્ટ વચન છે, અને તેમાં યુક્તિ બતાવે છે કે નિત્યનિર્દોષતા ઘટાદિમાં પણ વર્તે છે. માટે નિત્યનિર્દોષતા જ્યાં હોય તે મહાન છે, તેમ કહીએ તો નિત્યનિર્દોષતાવાળા ઘટાદિને મહાન કહેવાની આપત્તિ આવે. માટે તૈયાયિકનું વચન દુષ્ટ છે. નિત્યનિર્દોષતાનો અર્થ ગ્રંથકારશ્રી બે રીતે કરે છે – (૧) દોષના અત્યંતભાવરૂપ નિત્યનિર્દોષતા, અથવા (૨) નિત્યપણું હોતે છતે નિર્દોષતા, તે નિત્યનિર્દોષતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org