________________
૩૮
જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/બ્લોક-૭ અન્વયી એવા ઘટાદિ દષ્ટાંતમાં સાધનનું વિકલપણું છે, તે આ રીતે – નૈિયાયિકે કરેલ અનુમાનમાં મહત્ત્વ ન' - એ સાધ્ય છે અને નિત્યનિર્દોષતાડવા એ સાધન છેaહેતુ છે, અને અન્વયી એવા ઘટાદિ દૃષ્ટાંતમાં મહત્ત્વ ન' એ સાધ્ય વિદ્યમાન છે, પરંતુ નિત્યનિર્દોષતાડમાવત્' એ સાધનનું વિકલપણું છે; કેમ કે ઘટાદિમાં નિત્યનિર્દોષતાનો અભાવ નથી, પરંતુ નિત્યનિર્દોષતા છે.
અન્વયી દૃષ્ટાંત એટલે જેમાં સાધ્ય અને હેતુની પ્રાપ્તિ હોય. અહીં ઘટાદિમાં ‘મહત્ત્વન' એ રૂપ સાધ્ય વિદ્યમાન છે અને નિત્યનિષતાડવી’ એ સાધન હતું, જો મળતો હોય તો જ તે અન્વયી દૃષ્ટાંત બને. અહીં અન્વયી એવા ઘટાદિ દૃષ્ટાંતમાં સાધ્યને સાધનાર એવા નિત્યનિર્દોષતાના અભાવરૂપ હેતુનું વિકલપણું છે, તેથી તે અન્વયી દષ્ટાંત સાધ્યનું ગમક બનતું નથી.
કેટલાક અનુમાનના સ્થાનમાં અન્વયી દૃષ્ટાંત ન મળતું હોય ત્યારે વ્યતિરેકી દૃષ્ટાંતથી અનુમાન કરવામાં આવે છે. તેમ પ્રસ્તુતમાં નૈયાયિક કહે છે કે અન્વયી દૃષ્ટાંતથી વીતરાગમાં મહત્ત્વનો અભાવ સિદ્ધ થઈ શકતો નથી; કેમ કે ઘટાદિમાં હેતુની અપ્રાપ્તિ છે. તેથી અમે અન્વયી દૃષ્ટાંતને ગ્રહણ કરીશું નહીં, પરંતુ વ્યતિરેકી દૃષ્ટાંતથી સાધ્યની સિદ્ધિ કરીશું.
વ્યતિરેકી દષ્ટાંત એટલે જેમાં સાધ્ય પણ ન હોય અને હેતુ પણ ન હોય. 'वीतरागो न महान् नित्यनिर्दोषत्वाभावात् ईश्वरवत्, अत्र ईश्वरो व्यतिरेकी दृष्टांत:' આ અનુમાન દ્વારા વીતરાગ મહાન નથી, તેમ તૈયાયિક સિદ્ધ કરે છે. તેને ગ્રંથકારશ્રી કહે છે કે વ્યતિરેકી દૃષ્ટાંતમાં ઉભયવાદીસંમતપણું નથી. જે વ્યતિરેકી દૃષ્ટાંત પ્રત્યક્ષથી દેખાતું હોય તેને દૃષ્ટાંત તરીકે સ્વીકારી શકાય, પરંતુ પ્રસ્તુતમાં ઈશ્વરરૂપ વ્યતિરેકી દૃષ્ટાંત પ્રત્યક્ષથી દેખાતું નથી. વળી જે દૃષ્ટાંત પ્રત્યક્ષથી ઉપલબ્ધ ન હોવા છતાં જે દૃષ્ટાંતમાં સાધ્યનો અભાવ અને હેતુનો અભાવ ઉભયવાદીને માન્ય હોય તે વ્યતિરેકી દૃષ્ટાંત સ્વીકારી શકાય. પ્રસ્તુતમાં ફૅશ્વરવત્ એ દૃષ્ટાંત તૈયાયિકને માન્ય છે, જેનોને માન્ય નથી. માટે તે વ્યતિરેકી દૃષ્ટાંતના બળથી સાધ્યની સિદ્ધિ થઈ શકે નહીં. તેથી તૈયાયિકે કરેલું અનુમાન વીતરા ને મહાન' એ સિદ્ધ થતું નથી; કેમ કે વ્યતિરેકી દૃષ્ટાંત ઉભયવાદીને સંમત નથી.
વળી ગ્રંથકારશ્રી નૈયાયિકનું કરેલું અનુમાન યુક્તિ વગરનું છે, તે બતાવવા અર્થે કહે છે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org