________________
૪૬
જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/શ્લોક-૯ ‘મતિશાયના—તારતમ્યાત્' - એ હેતુ છે. વથ સ્વદેતુ: સ્વ ર્ગન્નક્ષય:' - એ દૃષ્ટાંત છે.
અહીં દોષ એટલે મોહનીયકર્મના ઉદયથી ઉત્પન્ન થયેલી આત્માની વિકૃતિ, અને આવરણ એટલે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયરૂપ ઘાતિકર્મોના ઉદયથી જ્ઞાનાદિ શક્તિઓનું આવરણ=આવારક એવું કર્મ.
અનુમાનમાં આપેલ સુવર્ણના દૃષ્ટાંતમાં બાહ્ય અને અંતર્મલ એટલા માટે ગ્રહણ કરેલ છે કે સુવર્ણ સાથે એકમેક થઈ ગયેલો મળ તે દોષસ્થાનીય છે અને તે અંતરમળરૂપ છે, અને સુવર્ણની ઉપર લાગેલો મળ તે આવરણસ્થાનીય છે અને તે બહિર્મળરૂપ છે. જેમ સુવર્ણના બાહ્ય અને અંતર્મળનો નાશ તેના સ્વહેતુઓથી થાય છે, તેમ આત્મામાં રહેલ અંતરંગમળરૂપ દોષો અને બહિર્મળરૂપ આવરણ તે બંનેનો નાશ તેના નાશના હેતુઓથી થાય છે, કેમ કે જેમ શુદ્ધિની પ્રક્રિયા દરમ્યાન સુવર્ણાદિમાં બાહ્યમાનો અને અંતર્મળનો અપગમ તારતમ્યરૂપે પ્રત્યક્ષ દેખાય છે, તેમ આત્મામાં પણ રાગાદિપ્રતિપક્ષભાવન આદિ ક્રિયાઓથી રાગાદિ દોષોનો તારતમ્યરૂપે અપગમ અને જ્ઞાનની પ્રાપ્તિના પ્રયત્નથી તારતમ્યરૂપે જ્ઞાનના આવરણનો અપગમ પ્રત્યક્ષ દેખાય છે. વળી, સુવર્ણની શુદ્ધિની પ્રક્રિયા દરમ્યાન મલની તારતમ્ય હાનિ દેખાય છે અને પરિપૂર્ણ પ્રક્રિયાથી પરિપૂર્ણ હાનિ પણ દેખાય છે, તે રીતે આત્મામાં પણ દોષ અને આવરણની હાનિના તારતમ્યપણાના બળથી પરિપૂર્ણ હાનિ અનુમય બને છે.
ક્યાંક દોષ અને આવરણની નિઃશેષ હાનિ છે, તેમ કહ્યું, તેનો ભાવ એ છે કે સાક્ષાત્ વીતરાગ કે સર્વજ્ઞ કોઈ દેખતું નથી; આમ છતાં અનુમાનથી એ સ્થાપન કરવું છે કે કોઈક સ્થાનમાં=કોઈક જીવરૂપ સ્થાનમાં, દોષ અને આવરણોની નિઃશેષ હાનિ છે. તેથી જેનામાં નિઃશેષ હાનિ સિદ્ધ થાય તે વીતરાગ અને સર્વજ્ઞ છે એમ સિદ્ધ થાય.
યદ્યપિ “ક્વચિત્ થી ગ્રહણયોગ્ય સ્થાન સિદ્ધ ભગવંતના જીવો છે, અને વર્તમાનમાં મહાવિદેહમાં વર્તતા સર્વજ્ઞ અને વીતરાગ ભગવંતો છે, તોપણ જેમ પર્વત ઉપર વહ્નિ છે કે નહીં, તેવી શંકા હોય ત્યારે ધૂમના બળથી વહ્નિની અનુમિતિ થાય છે, તેમ વર્તમાનમાં કોઈ વ્યક્તિ સંપૂર્ણ દોષરહિત કે આવરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org