________________
જિનમહત્વદ્ધાત્રિશિકા/શ્લોક-૯ રહિત દેખાતી નથી, તેથી શંકા થાય કે દોષ અને આવરણનો સંપૂર્ણ નાશ થાય કે નહીં ? તેને અનુમાનથી બતાવતાં કહે છે કે- “કોઈક સ્થાનમાં દોષ અને આવરણની સંપૂર્ણ હાનિ છે અને તેમાં હેતુ તારતમ્યહાનિ કહેલ છે. તે હેતુથી સર્વ જીવોવર્તી તારતમ્યહાનિ ગ્રહણ કરવાની નથી, પરંતુ જે સાધક યોગી છે તેમાં પ્રથમ=આદ્ય ભૂમિકામાં, દોષ અને આવરણ ઘણા દેખાય છે, અને જેમ જેમ સાધના કરે છે તેમ તેમ ક્રમશઃ દોષ અને આવરણ ઘટતા દેખાય છે. તેથી તે હાનિરૂપ તરતમતાથી અનુમાન થઈ શકે છે કે સંપૂર્ણ દોષહાનિ પણ ક્યાંક હોવી જોઈએ; અને તેમાં જે દૃષ્ટાંત બતાવેલ છે, ત્યાં શુદ્ધ થયેલા સુવર્ણમાં સંપૂર્ણ મળhય પ્રત્યક્ષ છે, અને શુદ્ધિની પ્રક્રિયામાં વર્તતા સુવર્ણમાં તરતમતાની હાનિ પ્રત્યક્ષ છે. તેનાથી એ બતાવવું છે કે જેમ પ્રયત્નથી સુવર્ણના બહિરંગ અને અંતરંગ પળક્ષયની તરતમતારૂપે પ્રાપ્તિ થાય છે, અને પૂર્ણ હેતુની પ્રાપ્તિથી બહિરંગ અને અંતરંગ પૂર્ણ મળશયની પ્રાપ્તિ થાય છે, તેમ સાધનાની પૂર્ણતાથી કોઈક વ્યક્તિના દોષ અને આવરણની સંપૂર્ણ હાનિ પણ પ્રાપ્ત થાય છે. ઉત્થાન :
ભગવાનમાં દોષોની સંપૂર્ણ હાનિને સિદ્ધ કરવા માટે સમંતભદ્રાચાર્ય વડે કહેવાયેલ અનુમાન બતાવ્યું, તેમાં ‘વિત્' એ પક્ષ છે, “રોપાવરયોનિ:શેષહાનિ' એ સાધ્ય છે અને તિરાયનાન્' એ હેતુ છે, અને ‘વથા સ્વદેતુચ્ચો વહિરન્તનક્ષય' એ દૃષ્ટાંત છે.
તેથી એ પ્રાપ્ત થાય કે ‘વ’ એ પક્ષમાં=સર્વજ્ઞ વીતરાગરૂપ પક્ષમાં, ફોષાવરણન:શેષન' એ સાધ્ય પ્રાપ્ત થાય, તોપણ ‘વવિ' રૂપ પક્ષમાં ‘તિશાયનાત્' એ હેતુ પ્રાપ્ત થતો નથી, પણ દોષ અને આવરણના ક્ષય માટે સાધના કરી રહ્યા છે તેવા યોગીઓમાં દોષની અને આવરણની હાનિની તરતમતા પ્રાપ્ત થાય છે, અને નિઃશેષ હાનિરૂપ સાધ્ય વીતરાગરૂપ અધિકરણમાં પ્રાપ્ત થાય છે. માટે સાધ્ય અને હેતુ ભિન્ન અધિકરણમાં પ્રાપ્ત થાય છે. તેને એકાધિકરણ કરવા માટે અનુમાનનો આકાર કઈ રીતે ગોઠવવો યુક્ત છે તે યદ્યપિ'થી ગ્રંથકારશ્રી બતાવે છે, અને તે અનુમાનના આકારમાં શું શું દોષ આવે છે, તે બતાવીને તેનું નિરાકરણ કરવા અર્થે અને કઈ રીતે અનુમાનનો આકાર કરવાથી દોષ ન આવે, તે બતાવવા અર્થે કહે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org