________________
પ૦
જિનમહત્ત્વતાવિંશિકા/શ્લોક-૯ અહીં અનુમાનમાં કોઈ વ્યક્તિના દોષ અને આવરણને ગ્રહણ કર્યા નથી, પરંતુ જગતના તમામ જીવોવર્તી દોષ અને આવરણને પક્ષરૂપે ગ્રહણ કર્યા છે, અને તેમાં નિઃશેષ-હાનિ-પ્રતિયોગિત્યને સાધ્ય બનાવ્યું છે અને તારતમ્યવાળી હાનિપ્રતિયોગિત્વને હેતુરૂપે ગ્રહણ કરેલ છે. તેથી દોષ અને આવરણરૂપ પક્ષમાં સાધ્ય અને હેતુ પ્રાપ્ત થાય છે. માટે સાધ્ય અને હેતુના એકાધિકરણની પ્રાપ્તિ છે.
સામાન્ય રીતે હેતુ અને સાધ્ય પક્ષરૂપ દેશમાં એક જ સ્થાને પ્રાપ્ત થાય છે, પરંતુ પક્ષના એક દેશમાં સાથે રહેવામાં તેમનો પરસ્પર વિરોધ હોતો નથી, જેમ ધૂમ અને વહ્નિનો પક્ષના એક દેશમાં સાથે રહેવામાં પરસ્પર વિરોધ નથી. તેથી પર્વતના જે દેશમાં વહ્નિ છે, તે જ દેશમાં ધૂમની પ્રાપ્તિ છે, પરંતુ વહ્નિ ઉત્તર દિશામાં હોય, અને ધૂમ દક્ષિણ દિશામાં હોય તેવું હોતું નથી. આથી જે દેશમાં ધૂમ દેખાય છે, તે દેશમાં વહ્નિરૂપ સાધ્યની અનુમિતિ કરાય છે, અન્ય દેશમાં નહીં.
પરંતુ પ્રસ્તુત અનુમાનમાં પક્ષના જે દેશમાં નિઃશેષહાનિપ્રતિયોગિત્વ પ્રાપ્ત થાય છે, તે દેશમાં તારતમ્યવાળી હાનિનું પ્રતિયોગિત્વ પ્રાપ્ત થતું નથી; અને પક્ષના જે દેશમાં તારતમ્યવાળી હાનિનું પ્રતિયોગિત્વ પ્રાપ્ત થાય છે, તે દેશમાં નિઃશેષહાનિપ્રતિયોગિત્વ પ્રાપ્ત થતું નથી. તેથી સાધ્ય અને હેતુ એક સ્થાનમાં સાથે રહી શકતા નહીં હોવાથી, પક્ષના કયા સ્થાનમાં સાધ્ય છે અને ક્યા સ્થાનમાં હેતુ છે, તેનું વિવેચન કરવું આવશ્યક બને છે; અને તે રીતે પક્ષના દેશનું વિવેચન કરીએ તો જે દેશમાં હેતુ રહે છે તે દેશમાં સાધ્યનો બાધ પ્રાપ્ત થશે, અને જે દેશમાં સાધ્ય રહે છે ત્યાં હેતુની અસિદ્ધિ પ્રાપ્ત થશે. તે બાધ અને અસિદ્ધિદોષ પ્રસ્તુતમાં આ પ્રમાણે છે --
જેમના દોષ અને આવરણનો સંપૂર્ણ નાશ થયો છે તેમના દોષ અને આવરણ અને સાધક જીવના દોષ અને આવરણ બંનેને સામાન્યથી ગ્રહણ કરીને પક્ષ બતાવેલ છે. તેમાં જેમના દોષ અને આવરણનો સંપૂર્ણ નાશ થયો છે એ પક્ષના અંશને પૃથક કરીએ ત્યારે નિઃશેષહાનિપ્રતિયોગિત્વરૂપ સાધ્ય ત્યાં સિદ્ધ હોવાથી તારતમ્યવાળી હાનિનું પ્રતિયોગીપણું ત્યાં અસિદ્ધ છે. તેથી પક્ષના એ અંશમાં હેતુની અસિદ્ધિ થતાં સ્વરૂપાસિદ્ધિ નામનો દોષ આવશે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org