________________
જિનમહત્ત્વાત્રિશિકા/શ્લોક-૯ વિવેચન કરો તો બાધ અને અસિદ્ધિ દોષ રહેશે. માટે આ પ્રકારે અનુમાન થઈ શકે નહીં.
આ રીતે પૂર્વના અનુમાનમાં પક્ષના વિવેચનની આવશ્યકતા ઊભી થવાથી બાધ અને અસિદ્ધિ દોષ આવે છે. તેથી તેના નિવારણ માટે કોઈ વ્યક્તિ અનુમાનનો આકાર બીજી રીતે કરે, તે બતાવીને તેમાં પણ દોષ કઈ રીતે આવે છે, તે બતાવે છે –
ન નિઃશેષ . અને નિઃશેષહાનિપ્રતિયોગીજાતીયવતું સાધ્યપણું હોતે છતે અને સંપ્રતિપન્ન સુવર્ણમાળનું દષ્ટાંતપણું હોતે છતે, કોઈપણ દોષ નથી એમ ન કહેવું; કેમ કે વિશેષ ક્ષીયમાણ=સંપૂર્ણ ક્ષય પામતા એવા, સુવર્ણમળમાં વૃત્તિદોષ આવરણસાધારણ એવી રાગાદિ દોષ અને જ્ઞાનાવરણીયાદિ આવરણમાં સાધારણ એવી, પાધિકત્વ જાતિ સિદ્ધ થવાથી અર્થાન્તરતી આપત્તિ છે=સુવર્ણમળ, દોષ અને આવરણ, એ ત્રણમાં વૃત્તિ એક નવી જાતિ સિદ્ધ થવાની આપત્તિ છે, અને દોષત્વાદિ જાતિના ગ્રહમાં દષ્ટાંતનું સાધ્યવિકલપણું છે, તોપણ આ રીતે અનુમાન કરવામાં ઉક્ત દોષો આવે છે તોપણ, “દોષત્વ અને આવરણત્વ નિઃશેષ ક્ષીયમાણ વૃત્તિ છે; કેમ કે દેશથી ક્ષીયમાણ વૃત્તિ જાતિપણું છે. સુવર્ણમળત્વની જેમ.” એ પ્રમાણે આમાં=સમંતભદ્ર વડે કરાયેલા અનુમાનમાં, તાત્પર્ય છે=આવું તાત્પર્ય હોવાથી અનુમાનમાં ઉપરોક્ત કોઈ દોષોની પ્રાપ્તિ નથી અને આ અનુમાનથી ભગવાનમાં સંપૂર્ણ દોષ અને આવરણના નાશની સિદ્ધિ થાય છે. I. ભાવાર્થ :
મૂળ શ્લોકમાં સમંતભદ્રાચાર્યનું જે કથન છે તેને અનુમાનના આકારરૂપે કઈ રીતે ગોઠવવું ઉચિત છે, તેની વિચારણા ગ્રંથકારશ્રી યદ્યપિ' થી કરે છે, અને તેમાં પ્રથમ સામાન્યથી જોતાં જે અનુમાન દેખાય છે તે બતાવે છે, અને તેમાં કઈ રીતે દોષ આવે છે તે બતાવે છે. ત્યાર પછી ટીકામાં છેલ્લે તથાપિ'થી કયા પ્રકારે અનુમાન કરવામાં આવે તો દોષ ન આવે, તે બતાવે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org