________________
જિનમહત્ત્વદ્વાચિંશિકા/શ્લોક-૭
(૧) દોષના અત્યંતાભાવરૂપ નિત્યનિદોષતા :નિત્યનિર્દોષતાના આ પ્રથમ અર્થ પ્રમાણે સદા દોષનો અભાવ જ્યાં હોય ત્યાં નિત્યનિર્દોષતા છે, અને તેવી નિત્યનિર્દોષતા વીતરાગમાં નથી અને ઘટાદિમાં છે. તે આ રીતે --
વીતરાગ પૂર્વમાં નિર્દોષ ન હતા, સાધના કરીને નિર્દોષ થયા. તેથી વીતરાગમાં સદા દોષનો અભાવ નથી, માટે દોષના અત્યંતાભાવરૂપ નિર્દોષતા વીતરાગમાં નથી; અને ઘટ પહેલાં દોષવાળો હતો અને પછીથી દોષ વગરનો થાય છે, તેવું નથી હોતું. તેથી ઘટમાં સદા નિર્દોષતા છે. માટે દોષના અત્યંતાભાવરૂપ નિત્યનિર્દોષતા ઘટાદિમાં છે.
(૨) નિત્યપણું હોતે છતે નિર્દોષતા તે નિત્યનિર્દોષતા :નિત્યનિર્દોષતાના બીજા અર્થ પ્રમાણે રાગાદિ અનાકુળતારૂપ નિર્દોષતા જેમાં નિત્ય હોય તે નિત્યનિર્દોષતા છે, અને તેવી નિત્યનિર્દોષતા વીતરાગમાં નથી અને ઘટાદિમાં છે. તે આ રીતે –
વીતરાગ વીતરાગ થાય છે ત્યારે રાગાદિ અનાકુળતારૂપ નિર્દોષતા પ્રગટ થાય છે, તેથી તે નિર્દોષતા નિત્ય નથી; કેમ કે વીતરાગ થયા પૂર્વે ભગવાન રાગાદિથી આકુળ હતા; અને ઘટાદિમાં સદા રાગાદિની અનાકુળતારૂપ નિર્દોષતા છે; કેમ કે ઘટાદિ પૂર્વમાં રાગાદિથી આકુળ હતા અને પછીથી રાગાદિથી અનાકુળ થાય છે, તેવું નથી. તેથી ઘટાદિમાં નિત્યનિર્દોષતા છે, અને વીતરાગમાં નિત્યનિર્દોષતા નથી.
અહીં “ઘ' માં મદ્ર' પદથી આકાશાદિનું ગ્રહણ કરવું, તેમ ટીકામાં કહ્યું. તેથી એ પ્રાપ્ત થાય કે જેમ ઘટાદિમાં નિત્યનિર્દોષતા છે, તેમ આકાશાદિમાં પણ નિત્યનિર્દોષતા છે. માટે તૈયાયિક નિત્યનિર્દોષતાનો અભાવ હોવાને કારણે વીતરાગ મહાન નથી' તેમ કહે છે, તો ઘટાદિને અને આકાશાદિને મહાન માનવાની આપત્તિ આવે.
આ કથનથી શું ફલિત થયું, તે બતાવે છે – નિયાયિક અનુમાન કર્યું કે “વીતરાગ મહાન નથી; કેમ કે વીતરાગમાં નિત્યનિર્દોષતાનો અભાવ છે આ પ્રકારના નૈયાયિકના અનુમાનમાં અન્વયી દૃષ્ટાંત ઘટાદિ છે અને વ્યતિરેકી દૃષ્ટાંત ઈશ્વર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org