________________
૪૨
જિનમહત્ત્વદ્વાત્રિંશિકા/શ્લોક-૮
ભાવાર્થ :
પૂર્વ શ્લોક-૭માં નૈયાયિકે અનુમાન કરેલ કે ‘વીતરાગ મહાન નથી; કેમ કે વીતરાગમાં નિત્યનિર્દોષતાનો અભાવ છે; અને તેમાં આપેલ અન્વયી ઘટાદિ દૃષ્ટાંતમાં તૈયાયિકને હેતુની વિકલતાની પ્રાપ્તિ થઈ. તેથી તૈયાયિક હેતુનો પરિષ્કાર કરતાં કહે છે કે ઘટાદિ પદાર્થો જડ છે. તેમાં રહેલી નિત્યનિર્દોષતા મહત્ત્વનું અંગ નથી, પરંતુ આત્મામાં જ રહેલી નિત્યનિર્દોષતા મહત્ત્વનું અંગ છે. તેથી પૂર્વના શ્લોક-૭માં ‘વીતરાગ મહાન નથી' તેની સિદ્ધિ કરવા માટે ‘નિત્યનિર્દોષતાઽ માવાત્’ હેતુ કહેલ, તે હેતુમાં પરિષ્કાર પ્રાપ્ત થાય છે, અને ‘નિત્યનિર્વેષાત્મા ખાવાત્' એ હેતુ બને છે. આ પરિષ્કારથી હેતુમાં ‘આત્મત્વ’ શબ્દનો પ્રવેશ થવાથી અન્વયી એવા ઘટાદિ દષ્ટાંતમાં ‘મહૃત્ત્વ ન' એ સાધ્ય પણ પ્રાપ્ત થશે અને નિત્યનિર્દોષાત્મત્વાભાવરૂપ હેતુ પણ પ્રાપ્ત થશે. તેથી અન્વયી ઘટાદિ દૃષ્ટાંતમાં હેતુવિકલતાની પ્રાપ્તિરૂપ જે દોષ હતો તે દૂર થાય છે. તેથી નૈયાયિકના મત પ્રમાણે અનુમાન આ રીતે પ્રાપ્ત થાય : ‘વીતરાગ મહાન નથી’; કેમ કે ‘વીતરાગમાં નિત્યનિર્દોષાત્મત્વાભાવ છે' અને તેમાં અન્વયી ઘટાદિ દ્દષ્ટાંત છે. તેથી એ પ્રાપ્ત થાય કે જેમ ઘટાદિમાં નિત્યનિર્દોષાત્મત્વાભાવરૂપ હેતુ છે અને ‘મહત્ત્વ ન’ એ સાધ્ય છે, તેમ વીતરાગમાં પણ નિત્યનિર્દોષાત્મત્વાભાવરૂપ હેતુ હોવાથી ‘મહત્ત્વ ન’ એ સિદ્ધ થશે. તેને ગ્રંથકારશ્રી કહે છે
આત્મામાં નિત્યનિર્દોષતા છે, તેમાં શું પ્રમાણ ? અર્થાત્ કોઈ પ્રમાણ નથી. તેથી એ ફલિત થાય કે આત્મામાં નિનિર્દોષતા સિદ્ધ ન થાય તો નિત્યનિર્દોષતાનો અભાવ આત્મામાં છે તેમ કહી શકાય નહીં. જેમ જગતમાં ઘટ પ્રસિદ્ધ ન હોય તો ઘટનો અભાવ છે, તેમ કહી શકાય નહીં; પરંતુ ઘટ પ્રસિદ્ધ છે માટે ઘટનો અભાવ કહેવાય છે, અને શશશૃંગ પ્રસિદ્ધ નથી માટે શશશૃંગનો અભાવ છે તેમ કહેવાય નહીં. તે રીતે નિત્યનિર્દોષાત્મત્વ પ્રસિદ્ધ ન હોય તો નિત્યનિર્દોષાત્મત્વનો અભાવ છે, તેમ કહી શકાય નહીં. માટે નૈયાયિકે કરેલ અનુમાનમાં હેતુ અસિદ્ધ છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે શ્લોક-૭માં નૈયાયિકે હેતુ આપેલ તે હેતુ અન્વયી ઘટાદિ દુષ્ટાંતમાં પ્રાપ્ત થતો ન હતો; કેમ કે ઘટાદિમાં ‘મહૃત્ત્વ ન એ સાધ્ય હતું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org