________________
જિનમહત્ત્વન્દ્વાત્રિંશિકા/બ્લોક-૮ ટીકાર્ય :
सा नित्यनिर्दोषता
દ્રષ્ટવ્યમ્ ।। આત્મચેવ=આત્મામાં રહેલી જ સા તે= નિત્યનિર્દોષતા, મહત્ત્વનું અંગ છે, અને આ રીતે=આત્મામાં રહેલી જ નિત્યનિર્દોષતા મહત્ત્વનું અંગ છે એ રીતે, નિત્યનિર્દોષાત્મત્વાભાવનું હેતુપણું હોવાથી દૃષ્ટાંતમાં=‘વીતરાગ મહાન નથી' એને સાધવા માટે અન્વયી દૃષ્ટાંતમાં, સાધનનું વિકલપણું નથી, એ પ્રકારનો તૈયાયિકનો આશય છે. अत्राह અહીં=નૈયાયિકે કરેલ પરિષ્કારમાં ગ્રંથકારશ્રી કહે છે
.....
.....
આ પ્રમાણે તૈયાયિક કહે તો તેમાં=આત્મામાં, નિત્યનિર્દોષતા સ્વીકારવામાં શું પ્રમાણ છે ? અર્થાત્ કોઈ પ્રમાણ નથી; અને તે રીતે=આત્મામાં નિત્યનિર્દોષતા સ્વીકારવામાં કોઈ પ્રમાણ નથી તે રીતે, પ્રતિયોગીની અપ્રસિદ્ધિ હોવાને કારણે=નિત્યનિર્દોષાત્મત્વરૂપ પ્રતિયોગીની અપ્રસિદ્ધિ હોવાને કારણે, અભાવની અપ્રસિદ્ધિ હોવાથી=નિત્યનિર્દોષાત્મત્વાભાવની અપ્રસિદ્ધિ હોવાથી, હેતુ જ અસિદ્ધ છે=ભૈયાયિકના કરાયેલા અનુમાનમાં હેતુ જ અસિદ્ધ છે, એ પ્રકારનો ભાવ છે.
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે નૈયાયિક કરેલા અનુમાનમાં પ્રતિયોગીની અપ્રસિદ્ધિ હોવાને કારણે અભાવની અપ્રસિદ્ધિ પ્રાપ્ત થાય, તેથી હેતુની અસિદ્ધિ પ્રાપ્ત થાય. તેથી હેતુની સિદ્ધિ કરવા અર્થે નૈયાયિક કહે છે
૪૧
મહત્પદની પ્રવૃત્તિના નિમિત્તપણા વડે જ નિત્યનિર્દોષાત્મત્વ સિદ્ધ થશે. એથી ગ્રંથકારશ્રી શ્લોકના ઉત્તરાર્ધમાં કહે છે
Jain Education International
—
નિત્યનિર્દોષ એવા અન્ય પુરુષની કલ્પના કરવી પડતી હોવાથી ધ્વસ્તદોષવાળો પુરુષ કલ્પવો ઉચિત છે, અને તે રીતે=મહત્પદની પ્રવૃત્તિના આશ્રયરૂપે ધ્વસ્તદોષવાળા પુરુષની કલ્પના કરવી ઉચિત છે તે રીતે, દોષતા અત્યન્નાભાવવાળા આત્મત્વની અપેક્ષાએ લઘુ એવા દોષધ્વંસમાં જ મહત્ત્પદપ્રવૃત્તિનિમિત્તપણું કલ્પવું ન્યાય્ય છે=યુક્ત છે, એ પ્રમાણે ભાવ છે. વસ્તુતઃ પદપ્રવૃત્તિનિમિત્તમાત્ર પદાર્થાન્તરની કલ્પના કરવા સમર્થ નથી, એ પ્રમાણે જાણવું. ॥૮॥
For Private & Personal Use Only
www.jainelibrary.org