________________
જિનમહત્ત્વદ્વાત્રિંશિકા/શ્લોક-૭
૩૫
‘ઘટાવાપિ’ અહીં ‘વિ' થી આકાશનું ગ્રહણ કરવું અને ‘પિ’ થી એ કહેવું છે કે નૈયાયિકને અભિમત ઈશ્વરમાં જેમ નિત્યનિર્દોષતા છે, તેમ ઘટાદિમાં પણ નિત્યનિર્દોષતા છે.
ટીકા ઃ
नित्येति नित्यनिर्दोषताया अभावान्महत्त्वं न, प्रक्रमाद्वीतरागे इति, दुर्वचः- दुष्टं वचनं, यस्मान्नित्यनिर्दोषता दोषात्यंताभाववत्त्वरूपा, नित्यत्वे सति इयमेव वा घटादावपि वर्तते । आदिना आकाशादिग्रहः । इत्थं च वीतरागो न महान् नित्यनिर्दोषत्वाभावादिति अन्वयिनि घटादौ दृष्टांते साधनवैकल्यमुपदर्शितं भवति, व्यतिरेकिणि चेश्वरदृष्टान्ते नोभयवादिसम्मतत्वं, वीतरागस्यैवासिद्धौ परस्याश्रयासिद्धिश्च तत्सिद्धौ वा धर्मिग्राहकमानेन तन्महत्त्वसिद्धौ बाधश्चेति દ્રષ્ટવ્યમ્ ।।૭।
ટીકાર્ય :
नित्यनिर्दोषताया દ્રષ્ટવ્યમ્ ।। નિત્યનિર્દોષતાનો અભાવ હોવાને કારણે મહત્ત્વ નથી=પ્રક્રમથી વીતરાગમાં મહત્ત્વ નથી, એ દુર્વચ છે દુષ્ટ વચન છે=ભૈયાયિકનું એ વચન દુષ્ટ છે; જે કારણથી દોષના અત્યંતાભાવરૂપ નિત્યનિર્દોષતા, અથવા નિત્યપણું હોતે છતે આ જ=નિર્દોષતા જ, ઘટાદિમાં પણ વર્તે છે=જ્યારથી ઘટાદિનું અસ્તિત્વ છે, ત્યારથી નિર્દોષતા છે, માટે ઘટાદિમાં નિત્યનિર્દોષતા છે. ‘ઘટાવિ’ માં ‘વિ’ પદથી આકાશાદિનું ગ્રહણ કરવું; અને આ રીતે=પૂર્વમાં સ્થાપન કર્યું કે ‘વીતરાગ મહાન નથી; કેમ કે નિત્યનિર્દોષતાનો અભાવ છે' એ પ્રકારનું તૈયાયિકનું વચન દુષ્ટ છે, અને તેમાં હેતુ આપ્યો કે ઘટાદિમાં પણ નિત્યનિર્દોષતા છે, એ રીતે, ‘વીતરાગ મહાન નથી; કેમ કે નિત્યનિર્દોષત્વનો અભાવ છે' એ પ્રકારના તૈયાયિકે કરેલા અનુમાનમાં અત્વથી એવા ઘટાદિ દૃષ્ટાંતમાં સાધનનું વૈકલ્ય બતાવાયું છે, અને વ્યતિરેકી એવા ઈશ્વરના દૃષ્ટાંતમાં ઉભયવાદી સંમતપણું નથી.
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે વ્યતિરેકી એવું ઈશ્વરનું દૃષ્ટાંત ઉભયવાદી સંમત નથી, માટે તે દૃષ્ટાંતને ગ્રહણ કરીને પણ ‘વીતરાગ મહાન નથી' તે પ્રકારનું અનુમાન નૈયાયિક કરી શકે નહીં. વળી તૈયાયિકનું અનુમાન યુક્તિરહિત છે, તે બતાવવા માટે કહે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org