________________
જિનમહત્ત્વવાાિંશિકા/શ્લોક-૬ થવાના સ્વભાવને ન સ્વીકારવા છતાં અન્યમાં રહેલા ગુણની પ્રાપ્તિનો દોષ આવશે નહીં, કેમ કે તીર્થકરના આત્મામાં તીર્થકરપણાનો પ્રાગભાવ હતો, તેથી તીર્થકર થયા; અને અન્ય જીવો પણ તીર્થકર જેવા સ્વભાવવાળા હોવા છતાં તીર્થકરપણાનો પ્રાગભાવ તેમનામાં નથી, માટે તીર્થકર થતા નથી. આ પ્રકારની પૂર્વપક્ષીની શંકાનું નિવારણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
સ્વગુણપ્રાગભાવનું સ્વયોગ્યતાપરિણતિમાં પર્યવસિતપણું છે.’ આશય એ છે કે તીર્થકરના આત્મામાં તીર્થકરગુણનો પ્રાગભાવ પૂર્વપક્ષીએ સ્વીકાર્યો, તે તીર્થંકરગુણનો પ્રાગભાવ તે તીર્થકર થવાની યોગ્યતાની પરિણતિમાં પર્યવસાન પામે છે.
તેથી એ ફલિત થયું કે તીર્થંકરના આત્મામાં તીર્થકર થવાની યોગ્યતાની પરિણતિ છે અને અન્ય આત્મામાં તીર્થકર થવાની યોગ્યતાની પરિણતિ નથી. તેથી અર્થથી ભગવાનનો સ્વભાવ અન્ય જીવો કરતાં જુદો છે, તે સિદ્ધ થાય છે. આથી સ્વમાં અન્યવૃત્તિગુણની આપત્તિના નિવારણ માટે જે પ્રાગભાવની કલ્પના પૂર્વપક્ષીએ કરી તે ભગવાનના સ્વભાવભેદમાં વિશ્રાંત થાય છે. માટે ભગવાનનો સ્વભાવભેદ હોવાને કારણે પણ ભગવાન અન્ય જીવો કરતાં મહાન છે.
અહીં વિશેષ એ છે કે નૈયાયિક માને છે કે ઘટના અવયવોમાં ઘટનો પ્રાગભાવ રહેલો છે, અને તે ઘટના અવયવોને ઘટના પ્રાગભાવથી અન્ય એવી ઘટનિષ્પત્તિની સામગ્રી મળે ત્યારે ઘટના પ્રાગભાવનો નાશ થાય છે અને ઘટ ઉત્પન્ન થાય છે; અને ઘટ ઉત્પન્ન થયા પછી પણ ઘટના અવયવો વિદ્યમાન છે, છતાં ફરી તે ઘટના અવયવોને ઘટનિષ્પત્તિની સામગ્રી આપવામાં આવે તો તે ઘટના અવયવોમાંથી બીજો ઘટ નિષ્પન્ન થતો નથી, તેનું કારણ ઘટનિષ્પત્તિની અન્ય સામગ્રી વિદ્યમાન હોવા છતાં ઘટના અવયવોમાં ઘટનો પ્રાગભાવ નથી. તેથી નૈયાયિક કહે છે કે ઘટની ઉત્પત્તિની ઉપાદાન સામગ્રી ઘટના અવયવો છે, અને ઉપાદાન સામગ્રીમાં ઘટનો પ્રાગભાવ રહેલો છે, તે પણ ઘટ પ્રતિ કારણ છે, અને ઘટ નિષ્પન્ન થયા પછી ઘટના અવયવોમાં ઘટનો પ્રાગભાવ નાશ પામે છે, તેથી તે ઘટના અવયવોને અન્ય સામગ્રી પ્રાપ્ત થાય તોપણ ફરી ઘટ ઉત્પન્ન થતો નથી. તે નિયમને સામે રાખીને તીર્થકરના આત્મામાં તીર્થકરપણાનો પ્રાગભાવ રહેલો છે, તેમ સ્વીકારી, નૈયાયિની યુક્તિ અનુસાર કોઈ સ્વભાવભેદનો અપલાપ કરે છે. તેને ગ્રંથકારશ્રી કહે છે કે– તીર્થકરપણાનો પ્રાગભાવ તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org